બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / partial reduction in vegetable prices at ahmedabad

હાશકારો / વધતી જતી મોંઘવારી વચ્ચે અમદાવાદીઓ આનંદો, શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો થતા ગૃહિણીઓને મોટી રાહત

Dhruv

Last Updated: 04:38 PM, 24 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધતી જતી મોંઘવારી વચ્ચે લીલા શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો થતા અમદાવાદના મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે.

  • મોંઘવારીના માર વચ્ચે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર
  • શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો થતા ગૃહિણીઓને રાહત
  • આવનારા સમયમાં ભાવમાં ઘટાડો થવાની વેપારીઓને આશા

હાલ મોંઘવારી આકરા પાણીએ પહોંચી છે ત્યારે મોંઘવારીમાંથી હવે આંશિક રાહત મળવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. સતત વધી રહેલી મોંઘવારીમાંથી લીલા શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી રાડ બોલાવી રહેલા શાકભાજીના ભાવમાં આખરે રાહત મળવા લાગી છે.

રાજ્યમાં સતત મોંઘવારી વધી રહી છે ત્યારે ગૃહિણીઓના રસોડાની રોનક જામશે એટલે કે હવે લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. લીલા શાકભાજીના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો  નોધાયો છે. જો કે હજુ ભાવ ઘટે તેવી દરેક ગૃહિણી આશા રાખી રહી છે. લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં એકાદ મહિના દરમ્યાન લીંબુ તથા અન્ય તમામ શાકભાજીના ભાવોએ રેકોર્ડ તોડયો હોય તેમાં ધરખમ ભાવ વધારો થયો હતો. મોંઘા ભાવથી આમ આદમીમાં જબરો ઉહાપોહ થયો હતો. ત્યારે હવે વધતા શાકભાજીના ભાવમાંથી ગૃહિણીઓને આંશિક રાહત મળી છે ત્યારે કઈ શાકભાજીના કેટલા ભાવ હતા અને કેટલો ઘટાડો થયો છે તેના પર નજર કરીએ તો...

પ્રતિ કિલોએ શાકભાજીના ભાવ પર નજર કરીએ તો....

શાકભાજી હાલનો ભાવ (પ્રતિ કિલો) પહેલાનો ભાવ (પ્રતિ કિલો)
મરચા 60-70  100-120
ટામેટા 40-50 60
લીંબુ 200 300-400
વટાણા 80-100 150
ચોળી 90 120
ભીંડા 60 80
કોથમીર 60-70 80
ડુંગળી  30-40 60

પહેલાં લીંબુનો ભાવ 300થી 400 રૂપિયા હતો કે જે ઘટીને...

પ્રતિ કિલોએ શાકભાજીના ભાવ પર જો એક નજર કરીએ તો મરચાં કે જેનો ભાવ પહેલાં 100થી 120 હતો તે હવે 60થી 70  રૂ. થઇ ગયો છે તો ટામેટાં કે જેનો ભાવ પહેલાં 60 હતો તે હવે 40થી 50 થઇ ગયો છે. લીંબુ કે જેના ભાવ તો આસમાને પહોંચ્યા છે ત્યારે પહેલાં લીંબુનો ભાવ 300થી 400 રૂપિયા હતો કે જે હવે ઘટીને 200 રૂપિયા થઇ ગયો છે.

વટાણા કે જેનો ભાવ પહેલાં 150 રૂપિયા હતો કે જે હવેથી 80થી 100 રૂપિયા થઇ ગયો છે. ચોળી કે જેનો ભાવ પહેલાં 120 રૂપિયા હતો તે હવે 90 રૂપિયા થઇ ગયો છે. ભીંડા કે જેનો ભાવ પહેલાં 80 રૂપિયા હતો તે હવે 60 રૂપિયા થઇ ગયો. કોથમીર કે જેનો ભાવ પહેલાં 80 રૂપિયા હતો તેનો ભાવ હવે 60થી 70 થઇ ગયો છે. ડુંગળી કે જે પહેલાં 60 રૂપિયે કિલો હતી તે હવે 30થી 40 રૂપિયા થઇ ગઇ છે.

મોંઘવારીના મારથી આંશિક રાહત

મોંઘવારીના મારથી આંશિક રાહત મળતા ગૃહિણીઓના રસોડામાં લીલા શાકભાજીની રોનક જોવા મળશે. આશા રાખીએ કે, આગામી દિવસમાં પણ તેલ, પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ