બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Part of the fifth floor gallery collapsed in Kaliawadi and Ashanagar areas of Navsari

તંત્ર ધ્યાન આપે... / એક-બે નહીં, નવસારીમાં પૂરી 200 ઈમારતો છે જર્જરિત, કોઇ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ?

Dinesh

Last Updated: 03:41 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના કાલિયાવાડી અને આશાનગર વિસ્તારમાં સોના ચેમ્બર્સ નામના એપાર્ટમેન્ટનો પાંચમા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં 4 બાઈક અને એક કારને નુકસાન થયું છે

  • નવસારીમાં ફ્લેટનો ભાગ ધરાશાયી
  • વિવિધ 2 ફ્લેટના ભાગ ધરાશાયી
  • 4 બાઈક અને 1 કારને નુકસાન


દીવા તળે અંધારું જેવો ઘાટ નવસારી જિલ્લામાં પણ જોવા મળ્યો છે. વિકસતા શહેરમાં વર્ષો જુની ઇમારતો જર્જરિત અવસ્થામાં છે. લોકોના જીવ માટે જોખમી આવી 200થી વધુ ઇમારતોને દર વર્ષે પાલિકા દ્વારા નોટિસો આપવામા આવે છે, પણ નોટિસો આપ્યા બાદ પણ ઘણી ઇમારતોના માલિકો દ્વારા તેનું સમારકામ કરાતું નથી. જેના કારણે આવી જોખમી ઇમારતોના કારણે આસપાસમાં રહેતા લોકો માટે આ જોખમી બની છે.

4 બાઈક અને એક કારને નુકસાન થયું
નવસારીના કાલિયાવાડી અને આશાનગર વિસ્તારમાં ઈમારતના ફ્લેટનો ભાગ ધારાશાયી થયો છે. સોના ચેમ્બર્સ નામના એપાર્ટમેન્ટનો પાંચમા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો થતાં 4 બાઈક અને એક કારને નુકસાન થયું છે.  ગાયકવાડી સમયમા વિકસેલા નવસારી શહેરમાં 200થી વધુ ઇમારતો જર્જરિત છે, જ્યારે 15થી 20 ઇમારતો અતિ જર્જરીત અવસ્થામાં છે. નવસારી વિજલપોર નગર પાલિકા દ્વારા શહેરની આવી ઇમારતોને સર્વે કર્યા બાદ દર વર્ષે  સમારકામ કરાવવા અથવા અતિ જર્જરિત ઇમારતને ઉતારી પાડવા નોટિસો પાઠવવમા આવે છે. પરંતુ ઘણી જુની ઇમારતોમા ભાડૂઆત અને માલિકો વચ્ચે તો કેટલીક ઇમારતોમાં કાયદાકિય ગુંચ હોવાને કારણે સમારકામ પણ થતુ નથી. જેના કારણે જર્જરીત ઇમારતોની આસપાસના લોકો તેમજ મુખ્ય રસ્તા કે ગલી મોહલ્લામાંથી પસાર થતા રાહદારીઓને માટે જોખમી બની રહે છે. 

નક્કર કાર્યવાહી ક્યારે કરશે ?
આવનાર દિવસોમાં નવસારી વિજલપોર નગરપાલિકા કયા પગલાંઓ લઈ આ અંગે શું કાર્યવાહી કરશે તે મહત્વનું રહ્યું. જર્જરિત ઇમારતોને પાલિકા દર વર્ષે નોટિસો આપીને જ સંતોષ માની લે છે, આવી જોખમી જર્જરિત ઇમારતોના માલિકો સામે નક્કર પગલા ભરતી નથી, જોખમી ઇમારતો પ્રવાસીઓ માટે અને રાહદારીઓ માટે જોખમરૂપ સાબિત થઈ શકે એમ છે ત્યારે પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગીને નક્કર કામગીરી કરવાની જરૂર છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ