બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Parshottam Solanki statement on kunvarji bavaliya gandhinagar

ગાંધીનગર / મંત્રી બાવળિયા અંગે નિવેદન બાદ પરસોત્તમ સોલંકીએ કહ્યું- કોળી સમાજની અવગણના કરાશે તો....

Hiren

Last Updated: 08:54 PM, 26 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગાંધીનગરમાં કોળી સમાજની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતના કોળી સમાજના આગેવાનો, મંત્રી પરસોત્તમ સોલંકી અને પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી હાજર રહ્યા હતા. આ બેઠક બાદ બન્નેએ મહત્વના નિવેદનો આપ્યા હતા. આ દરમિયાન પરસોત્તમ સોલંકી રાજકીય નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, કુંવરજી બાવળીયા સમાજ માટે કામ કરતા હશે, પણ શું કામ કર્યું એ મને નથી ખબર. કુંવરજી બાવળિયાથી મારા કદને કોઇ ફરક નહીં પડે.

  • ગાંધીનગરમાં કોળી સમાજના આગેવાનોની બેઠક
  • કોળી સમાજની અવગણના કરાશે તો જવાબ સમાજ આપશેઃ પરસોત્તમ સોલંકી
  • કુંવરજી બાવળિયા અંગે પણ પરસોત્તમ સોલંકીએ આપ્યું નિવેદન 

ગાંધીનગર કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. સેકટર 4 ખાતે કોળી સમાજવાડીમાં યોજાયેલી બેઠકમાં મંત્રી પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોળી ટ્રસ્ટી મંડળમાં નવી નિમણુંક બાબતે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત કોળી સમાજના વિવિધ પ્રશ્નો મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. 

આ સમાજની મીટિંગ છે, કોઇ રણનીતિ નથીઃ હીરા સોલંકી

બેઠક મુદે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ કહ્યું કે આ સમાજની મીટિંગ છે કોઇ રાજકીય નથી. સંગઠનમાં 5 ટ્રસ્ટીના અવસાન થતા નામ કમી કરાયા છે. નવા ટ્રસ્ટીઓના ઉમેરા માટેનો પણ ઠરાવ કરાયો છે. આખું સંગઠન માળખું બદલવાનો પણ ઠરાવ કરાયો છે. અધૂરા વિકાસના કામોના વેગ માટેનો નિર્ણય કરાયો છે.

મારી રાજકીય બાદબાકી કરવી કોઇના વશમાં નથીઃ પરસોત્તમ સોલંકી

તો આ બેઠકમાં પરસોત્તમ સોલંકીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોળી સમાજનું ઘણું મહત્વ છે, કોઇ અવગણના ન કરી શકે. મારી રાજકીય બાદબાકી કરવી કોઇના વશમાં નથી. મારી તબિયત સારી નથી, મારી બાદબાકી કોઇ ન કરી શકે. કોળી સમાજની અવગણના કરાશે તો જવાબ સમાજ આપશે.

મંત્રીમંડળમાંથી પડતા મૂકવા હોત તો ક્યારનાં ય પડતા મૂક્યા હોતઃ પરસોત્તમ સોલંકી

સોલંકીએ કહ્યું હતું કે, આગામી સમયમાં મંત્રીમંડળમાંથી પરસોત્તમ સોલંકીને પડતા મૂકી શકાય છે તેવી ચર્ચાઓ અંગે પરસોત્તમ સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે, આવી કોઈ વાત નથી. જો મારી નાંદુરસ્ત તબિયતને કારણે મંત્રીમંડળમાંથી પડતા મૂકવા હોત તો ક્યારનાં ય પડતા મૂક્યા હોત. પરંતુ મેં પાર્ટી માટે ઘણું કર્યું છે અને મને વિશ્વાસ છે કે મંત્રીમંડળમાંથી પડતાં મૂકવાની વાત નથી. જો કોઇ વાત હશે તો કોળી સમાજે વિચાર કરવાનો છે. 

કુંવરજી બાવળિયા અંગે પરસોત્તમ સોલંકીએ આપ્યું નિવેદન 

વધુમાં તેમણે કહ્યું હતું કે, હું હજી પણ સરકારમાં છું જ, કુંવરજી બાવળિયા સમાજ માટે કામ કરતા હશે તેવું મને વિશ્વાસ છે, પરંતુ શું કામ કર્યું એ મને નથી ખબર. તેમનાથી મારા કદને કોઈ ફરક નહીં પડે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ