બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / parineeti chopra raghav chadha first public appearance after marriage

પરિણિતી પરણી / VIDEO : મીડિયા સામે આવતા છોકરી જેમ શરમાઈ 'પરી', જુઓ નવ પરિણીત રાઘવ-પરિણિતીનો અંદાજ

Hiralal

Last Updated: 05:18 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના ઉદયપુરના લીલા પેલેસમાં લગ્ન કર્યાં બાદ લવબર્ડ રાઘવ ચઢ્ઢા અને એક્ટ્રેસ પરિણીતી ચોપરા મીડિયા સામે આવ્યાં હતા અને ફોટા પડાવ્યાં હતા.

  • નવા પરણેલા રાઘવ-પરિણિતી મીડિયા સામે આવ્યાં
  • હાથમાં હાથ નાખીને પડાવ્યાં ફોટા
  • પરિણિતી ખૂબ શરમાતી દેખાઈ

પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા રવિવારે લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્નની વિધિ રાજસ્થાનના ઉદયપુરના લીલા પેલેસમાં કરવામાં આવી હતી. આ લગ્નમાં સિનેમાથી લઈને રાજકારણ સુધીના વીઆઈપી મહેમાનો સામેલ થયા હતા. લગ્ન બાદ મહેમાનો ધીરે ધીરે વિદાય લઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે સૌ કોઈ વર-વધૂની એક ઝલકની રાહ જોઈ રહ્યા હતા. 

મીડિયા સામે આવ્યાં પરિણિતી-રાઘવ 
લગ્ન બાદ ઉદયપુરથી રવાના થતા પહેલા પરિણીતી અને રાઘવ મીડિયા સામે આવ્યાં હતા અને બંનેએ હાથમાં હાથ નાખીને ફોટા પડાવ્યા હતા. પરિણીતીએ પિંક કલરનું લોન્ગ ટોપ અને જીન્સ પહેર્યું હતું. તેમના હાથમાં બંગડીઓ છે અને માંગ પર સિંદૂર લગાવેલું હતું. મીડિયા સામે પણ પરિણીતી શરમાઈને જોવા મળી હતી. સાથે જ રાઘવ પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટમાં હતો. નવા પરણેલા કપલને જોવા માટે લોકોની ભીડ લાગી ગઈ હતી.  કાર સુધી પહોંચીને પરિણીતી અને રાઘવે પણ સાથે પોઝ આપ્યા હતા. 

ચાહકોએ આપ્યાં અભિનંદન 
ચાહકો આ દંપતીને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. કમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું, 'ક્યૂટ કપલ. એક યુઝરે કહ્યું કે, 'હાય ખૂબ જ ખુશ લાગે છે.' બીજાએ કહ્યું, "રાગનિતી ખૂબ જ ક્યૂટ છે. 

ફોટા શેર કરતાં શું લખ્યું પરિણિતી-રાઘવે  
પરિણીતી અને રાઘવે સોમવારે સવારે તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ગઈ કાલ સાંજથી દરેક જણ તેમની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા. લગ્નમાં પરિણીતીએ ઓફ વ્હાઈટ કલરનો લહેંગો પહેર્યો હતો. સાથે જ રાઘવે સફેદ રંગની શેરવાની પણ કેરી કરી હતી. બંનેએ પોતાનો લુક ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. આ તસવીરો શેર કરતા કપલે કેપ્શનમાં લખ્યું છે કે, 'બ્રેકફાસ્ટ ટેબલ પર પહેલી ચેટથી જ અમારા દિલને ખબર પડી ગઈ હતી. હું લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યો છું. છેવટે મને મિસ્ટર એન્ડ મિસિસ બનવાનો લહાવો મળ્યો. અમે એકબીજા વગર જીવી શકતા નથી. હંમેશાં... હવેથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ