બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / parineeti chopra raghav chadha engagement decoration done in actress mumbai house

મનોરંજન / દુલ્હનની જેમ સજાવાયું પરિણીતી ચોપરાનું મુંબઈ હાઉસ, રાઘવ ચઢ્ઢા સાથે દિલ્હીમાં સગાઈ

Manisha Jogi

Last Updated: 09:00 AM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાધવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા અનેક વાર એકસાથે જોવા મળ્યા છે. સગાઈ માટે પરિણીતી ચોપરાનું મુંબઈનું ઘર રોશનીથી શણગારવામાં આવ્યું છે.

  • આ દિવસે સગાઈ કરશે કપલ
  • આલીશાન ઘરનો વિડીયો વાયરલ
  • ફેન્સે આપી શુભકામનાઓ

‘લેડીઝ વર્સિઝ રિકી બહલ’થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર પરિણીતી ચોપરા (Parineeti Chopra) આમ આદમી પાર્ટી નેતા રાધવ ચઢ્ઢા (Raghav Chadha)ની જીવનસંગિની બનશે. રાધવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા અનેક વાર એકસાથે જોવા મળ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ કપલ 13 મેના રોજ દિલ્હીમાં સગાઈ કરશે, જે માટે પરિણીતી ચોપરાનું મુંબઈનું ઘર રોશનીથી શણગારવામાં આવ્યું છે. 

રોશનીથી શણગારાયું પરિણીતીનું ઘર
સોશિયલ મીડિયા પર પરિણીતી ચોપરાના આલીશાન ઘરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, અભિનેત્રીના ઘરમાં સગાઈની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઘરના બહારના ભાગને રોશનીથી શણગારવામાં આવ્યો છે. પરિણીતી ચોપરાનું ઘર મુંબઈના બાંદ્રામાં આવેલ છે. આ એક્ટ્રેસના ઘરનો વિડીયો જોઈને ફેન્સ પરિણીતીને સગાઈની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @varindertchawla

પરિણીતી ચોપરા પહેરશે ડિઝાઈનર આઉટફિટ
અગાઉ પરિણીતી ચોપરાની સગાઈના આઉટફિટ બાબતે અપડેટ સામે આવી છે. અગાઉ સૂત્રો પરથી જાણવા મળ્યું હતું કે, પરિણીતી ચોપરા સગાઈમાં મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલ આઉટફિટ પહેરશે. જે માટે થોડા દિવસ પહેલા પરિણીતી મનિષ મલ્હોત્રાના ઘરે જોવા મળી હતી. 

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સતત બે દિવસ સુધી લંચ અને ડિનર ડેટ પર એકસાથે જોવા મળ્યા હતા, તે સમયે તેઓના લગ્નની વાતો ફેલાઈ હતી. ઉપરાંત આ કપલે મુંબઈથી દિલ્હી એકસાથે ટ્રાવેલ કર્યું હતું. આ કપલ IPL મેચ પણ એન્જોય કરતા જોવા મળ્યું હતું. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈની વાત સાંભળીને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે અને તેમના ફોટોઝની રાહ જોઈ રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ