બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / papua new guinea leader who touched pm modi s feet know the detail who is james marape

જાણી લો / કોણ છે PM જેમ્સ મરાપે, જેમણે વડાપ્રધાન મોદીને પગે લાગી લીધા આશીર્વાદ, સ્વાગત માટે તોડી દેશની પરંપરા

Manisha Jogi

Last Updated: 11:49 AM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જાણો જેમ્સ મારાપે કોણ છે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત
  • એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર
  • જાણો જેમ્સ મારાપે કોણ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી7 શિખર સંમેલનમાં શામેલ થવા માટે જાપાન ગયેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંમેલન પછી રવિવારે સાંજે પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા, જ્યાં કેટલીક ચોંકાવનારી તસવીર જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચતા પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપે PM મોદીને પગે લાગીને તેમનું સ્વાગત કર્યું હતું અને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જેમ્સ મારાપે કોણ છે, જેમણે PM મોદીના સ્વાગત માટે મહત્ત્વપૂર્ણ પરંપરા તોડી દીધી હતી. 

શું છે પરંપરા?
પાપુઆ ન્યૂ ગિનીમાં પરંપરા છે કે, સૂર્યાસ્ત પછી કોઈપણ નેતાનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. PM મોદી પહેલા એવા વ્યક્તિ છે, જેમના માટે આ જૂની પરંપરા તોડવામાં આવી છે. 

જેમ્સ મારાપે

  • વર્ષ 1971માં હેલા પ્રાંતના ટારીમાં જેમ્સ મારાપેનો જન્મ થયો હતો. 
  • પીએનજી હાઈલેન્ડ્સમાં મિંજ પ્રાઈમરી સ્કૂલ અને કબીઉફા એડવેંટિસ્ટ સેકન્ડરી સ્કૂલમાં ભણ્યા. 
  • વર્ષ 1993માં પીએનજી યુનિવર્સિટીમાં કલામાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
  • જેમ્સ મારાપેએ વર્ષ 2000માં પર્યાવરણ વિજ્ઞાનમાં સ્નાતકોત્તર ઓનર્સની ડિગ્રી મેળવી અને ત્યાર પછી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર કર્યું. 
  • વર્ષ 1994-95 સુધી પીએનજી ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રભારી અધિકારી હતા.
  • 1996-98 સુધી હિડ્સ ગેસ પરિયોજનામાં જીડીસીના સંચાલન પ્રબંધક તરીકે કામ કર્યું છે. 
  • વર્ષ 2001-06 સુધી કાર્મિક પ્રબંધન વિભાગના નીતિ સહાયક સચિવ બન્યા. અંતર સરકારી સંબંધો પર સંસદીય રેફરલ સમિતિનો હિસ્સો રહ્યા. 
  • પીપુલ્સ પ્રોગ્રેસ પાર્ટી માટે વર્ષ 2002ની ચૂંટણીમાં ટારી પોરી સીટ પર ચૂંટણી લડી હતી. ત્યારપછી વ્યાપક હિંસાને કારણે દક્ષિણી હાઈલેન્ડ્સ પ્રાંતમાં મતદાન રદ્દ કરવામાં આવ્યું હતું. 
  • વર્ષ 2019માં પીપુલ્સ નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને ત્યાર પછી પંગુ પાર્ટીમાં શામેલ થયા. જેમ્સ મારાપે વર્ષ 2019માં પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી બન્યા, ત્યારથી આ પદ પર કાર્યરત હતા. 
  • વર્ષ 2020માં અવિશ્વાસ પ્રસ્તાવના માધ્યમથી તેમની સરકાર પાડવાનો અસફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. 
  • તેઓ દ્વીપ રાષ્ટ્રની 8માં પ્રધાનમંત્રી છે તથા અગાઉ અનેક સરકારમાં મહત્ત્વપૂર્ણ કેબેનિટ પદ પર રહ્યા છે.
  • 52 વર્ષીય જેમ્સ મારાપે પહેલી વાર પરંપરા તોડી છે, અગાઉ કોઈપણ નેતા માટે આ પ્રકારે કર્યું નથી. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ