બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Pakistan vs Sri Lanka World Cup match played in Hyderabad with slogans in support of Pakistan at the stadium

મહામંથન / ભારતમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા કેમ લાગ્યા? પાક પ્રેમનું કારણ શું અને કાર્યવાહી કેમ નહીં?

Dinesh

Last Updated: 08:48 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન : હૈદરાબાદમાં રમાયેલી પાકિસ્તાન અને શ્રીલંકાની વિશ્વકપની મેચમાં સ્ટેડિયમમાંથી જોરશોરથી પાકિસ્તાનની જીતના નારા લાગવા માંડ્યા હતાં, જેનો વીડિયો પણ વાયરલ થયો છે.

  • ભારતમાં પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર
  • વિવાદ વિશ્વકપ 2023ની તાજેતરની મેચ સમયનો છે
  • પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ યોજાઈ હતી


આજથી બે દાયકા પહેલા સની દેઓલની ફિલ્મ ગદરમાં સની દેઓલે હિંદુસ્તાન ઝિંદાબાદનો નારો જે રીતે લગાવ્યો હતો તે એ સમયની પેઢીને હજુ પણ યાદ હશે. નારો હિંદુસ્તાન ઝિંદાબાદનો હોય ત્યાં સુધી તો બિલકુલ વાંધો નથી પણ અહીં ગાડી જરા આડા પાટે ગઈ છે. ધરતી ભારતની છે પણ તેમાં નારા પાકિસ્તાનના સમર્થનમાં લાગ્યા છે. વાત તાજેતરમાં હૈદરાબાદમાં રમાયેલી પાકિસ્તાન અને શ્રીલંકાની વિશ્વકપની મેચની છે. 344 રનના જંગી સ્કોરનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે શરૂઆતમાં બે વિકેટ સસ્તામાં ગુમાવ્યા બાદ આક્રમક રમત દાખવીને ટીમને રાખમાંથી બેઠી કરી અને જીત અપાવી. મેચમાં પાકિસ્તાન જીત તરફ હતું ત્યારે સ્ટેડિયમમાંથી જોરશોરથી પાકિસ્તાનની જીતના નારા લાગવા માંડ્યા. તરત જ આ ઘટનાનો વીડિયો ચારેબાજુ વાયરલ પણ થઈ ગયો. અહીં તર્ક એવો પણ થઈ શકે કે પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારા પાકિસ્તાની દર્શકો હોય શકે પરંતુ ચોક્કસ કારણોને આધીન રહીને ભારત સરકારે આ વિશ્વકપમાં એકપણ પાકિસ્તાની દર્શકને વીઝા આપ્યા જ નથી. હવે સવાલ એ થાય કે 55 હજાર પ્રેક્ષકની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં જો એકપણ પાકિસ્તાની દર્શક નહતો તો પછી પાકિસ્તાન જીતેગાના સૂત્રોચ્ચાર કરનારા એ લોકો કોણ હતા. હૈદરાબાદના એ સ્ટેડિયમમાં કદાચ મુસ્લિમ દર્શકો પણ આવ્યા હોય પરંતુ તેઓ પાકિસ્તાનનું સમર્થન કરે છે એવું આપણે માની શકીએ?. પાયાનો પ્રશ્ન એટલો જ કે ભારતમાં પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાની દર્શકો સિવાય પાકિસ્તાનના સમર્થનમાં નારા કોણ લગાવી શકે? અને જો એ વાયરલ વીડિયો સાચો છે તો આ બાબત કેટલી ગંભીર છે તે કહેવાની જરૂર નથી. સાથે-સાથે એ પણ નિર્ભિક રીતે પૂછવું જ પડશે કે ભારતમાં રહીને પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારની દેશ પ્રત્યેની વફાદારી સામે સવાલ શા માટે ન ઉઠાવવો જોઈએ. 

ભારતમાં પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર
વિવાદ વિશ્વકપ 2023ની તાજેતરની મેચ સમયનો છે. વિશ્વકપ 2023ની મેચ હૈદરાબાદમાં યોજાઈ હતી. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં પાકિસ્તાને રેકોર્ડબ્રેક રનચેઝ કરીને જીત મેળવી હતી. સ્ટેડિયમમાં મેચ દરમિયાન પાકિસ્તાન જીતેગાના નારા લાગ્યા હતાં. લાંબા સમય સુધી પાકિસ્તાન જીતેગાના નારા સાંભળવા મળ્યા હતા. પાકિસ્તાન સમર્થિત નારાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. 

બાબર આઝમે શું અપીલ કરી હતી?
ભારત આવતા પહેલા પાકિસ્તાનની ટીમના કેપ્ટને ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં બાબર આઝમે પાકિસ્તાની સમર્થકોને અપીલ કરી હતી કે, અમને તમામ સમર્થકોના સમર્થનની જરૂર છે તેમને વિશ્વાસ છે કે પાકિસ્તાનના ચાહકોનું તેને સમર્થન મળશે

પાકિસ્તાન-શ્રીલંકાની મેચમાં શું થયું હતું?
હૈદરાબાદમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. શ્રીલંકાએ 9 વિકેટે 344 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. પાકિસ્તાને બે વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. મોહમ્મદ રિઝવાન અને શફીકની આક્રમક બેટિંગથી પાકિસ્તાન જીત્યું હતું. પાકિસ્તાને વિશ્વકપમાં સૌથી વધુ રન ચેઝ કરીને જીત મેળવી હતી. મેચ દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યા હતાં. જીતેગા ભાઈ જીતેગા પાકિસ્તાન જીતેગા એવા નારા સતત લાગ્યા હતાં. મોહમ્મદ રિઝવાને મેચ બાદ એવું કહ્યું કે અમે રાવલપિંડીમાં રમતા હોઈએ એવું લાગ્યું હતું.

આ સવાલના જવાબ જરૂરી
સરકારે એકપણ પાકિસ્તાની દર્શકને વીઝા આપ્યા નથી. સવાલ એ છે કે હૈદરાબાદના સ્ટેડિયમનાએ દર્શકો કોણ હતા?, પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનાર લોકો કોણ છે? તેમજ પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારા ભારતીય હતા?. હૈદરાબાદમાં રહીને પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારા કોણ છે? અને વાયરલ વીડિયોમાં જે લોકો છે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ?

PCBએ પણ ચલાવ્યો દુષ્પ્રચાર?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સરકાર સામે નારાજગી વ્યક્ત કરી. PCBએ કહ્યું કે સરકાર ખેલાડીઓને વીઝા આપવામાં અતિશય વિલંબ કરી રહી છે તેમજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ અંગે ICCને પણ રજૂઆત કરી. જો કે આ કિસ્સામાં સિક્કાની બીજી બાજુ સામે આવી છે. રિપોર્ટનું માનીએ તો PCBએ 19 સપ્ટેમ્બરે વીઝા માટે અપ્લાય કર્યું હતું. સામાન્ય રીતે આવી પ્રક્રિયામાં 4 થી 5 દિવસ લાગતા હોય છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું કે વીઝા આપવામાં કોઈ વિલંબ થયો નથી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ