બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / pakistan jud leader maulana abdul rehman makki arrested

કાર્યવાહી / હાફિઝ સઇદના સાળા મક્કીની ધરપકડ, મુંબઇ હુમલામાં છે મોસ્ટ વોન્ટેડ

vtvAdmin

Last Updated: 03:11 PM, 15 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા(જેયુડી)ના પ્રમુખ હાફિઝ સઇદના સાળા અને મુંબઇ હુમલામાં મોસ્ટ વોન્ટેડ આતંકી અબ્દૂલ રહમાન મક્કીની ધરપકડ કરી છે. અબ્દૂલ રહમાન મક્કીની ધરપકડ પંજાબ પ્રાંતના ગુજરાંવાલાથી કરવામાં આવી છે.

મક્કીની ધરપકડ જમાત-ઉદ-દાવા(જેયુડી), ફલાઇ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન(એફઆઇએફ) અને જૈશ-એ-મહોમ્મદ(જેઇએમ) સાથે જોડાયેલ 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યાના કેટલાક દિવસો બાદ કરવામાં આવી છે.  આતંકી મક્કીએ ગુજરાંવાલામાં સરકારના પ્રતિબંધિત સંગઠનો વિરુધ્ધ ભાષણ આપ્યું હતું.

મક્કીએ પોતાના ભાષણમાં FATF (ફાયનાન્યિલ એકશન ટાસ્ક ફોર્સ)ના દિશાનિર્દેશોના અનુરૂપ ઉઠાવેલા પગલાઓની નિંદા કરી. મક્કી જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન માટે ફંડ એકઠું કરી રહ્યો હતો. મક્કીને હાલમાં લાહોરની જેલમાં રાખવામાં આવ્યો છે. આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા પર મક્કીનો ઘણો પ્રભાવ છે. તે બીજી હરોળના નેતા તરીકે જાણીતો છે. મક્કી ભારત વિરુધ્ધ ઝેરીલા નિવેદનને લઇને જાણીતો છે. 2010માં ભારત વિરોધી નિવેદનને લઇને તે સમયે સમાચારમાં રહ્યો  હતો.

મક્કીએ પૂણામાં જર્મન બેકરી બ્લાસ્ટના આઠ દિવસ પહેલા મુઝફ્ફરાબાદમાં ભાષણ આપ્યું હતું અને પુના સહિત ભારતના ત્રણ શહેરમાં આતંકી હુમલાની ધમકી આપી હતી. ભારતની માગ પર અમેરિકાએ મક્કીને આતંકી જાહેર કર્યો હતો. અબ્દૂલ રહમાન મક્કી એક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર આપતા કાશ્મીરને આઝાદ કરવાની વાત કહેતો નજરે પડ્યો હતો.

ભારત વિરુધ્ધ હંમેશા ઝેર ઓકતા મક્કી પર અંદાજે 13 કરોડ રૂપિયાનું ઇનામ છે. મક્કી તાલિબાનનો આકા મુલ્લા ઉમર અને અલકાયદાનો આકા અલ-જવાહિરીની ઘણી નજીક રહ્યો છે. પંજાબ ગૃહ મંત્રાલયના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ JUD અને FIF સાથે જોડાયેલ સંબંધિત સંપત્તિને હવે પ્રાંતીય સરકારે પોતાના કબજા હેઠળ લઇ લીધી છે. અબ્દૂલ રહમાન મક્કીની ધરપકડ સંગઠન પર બીજી મોટી કાર્યવાહી છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Abdul Rehman Makki JuD Leader World News arrested pakistan Action
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ