બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pakistan got scared of Indian Army operation, shifted their terror camp to loc,

ગભરાયું પાકિસ્તાન / કાશ્મીરમાં દેશના વીર જવાનોની શહીદી બાદ હવે પાકિસ્તાનને એરસ્ટ્રાઈકનો ભય? લૉન્ચ પેડ પર ગતિવિધિઓ વધી, ISI કરી રહ્યું છે ઓપરેટ

Vaidehi

Last Updated: 07:01 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંતનાગનાં હુમલા બાદ ભારતીય સેનાએ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવા માટે ઑપરેશન વધુ મજબૂત કરી દીધું છે. હુમલામાં શામેલ અને સક્રિયા આંતકીઓને PoKમાં ઘેરવામાં આવી રહ્યું છે.

  • અનંતનાગમાં હુમલો કર્યા બાદ પાકિસ્તાન ગભરાયું
  • પોતાના ટેરર કેમ્પને પાછળ ધકેલી રહ્યું છે પાકિસ્તાન
  • ભારતીય સેનાનાં ઑપરેશનથી બચવા ભાગી રહ્યાં છે આતંકીઓ

જમ્મૂ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં બુધવારે આતંકીઓનાં હુમલા બાદ દેશે 3 ઓફિસરો ગુમાવ્યાં છે.  આ આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ- તૈયબા સાથે સંકળાયેલ સંગઠન ધ રેઝિસ્ટેંસ ફ્રંટ TRFએ લીધી છે.  સમગ્ર દેશમાં આ હુમલા બાદ પાકિસ્તાન વિરોધી નારેબાજી ચાલી રહી છે અને પુતળાઓ સડગાવવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ ભારતીય સેના પણ આતંકીઓને ઘેરવાની તૈયારીથી ઘાટીમાં ઊતરી છે. માહિતી અનુસાર લશ્કરનાં બંને આતંકીઓને ઘેરી લેવામાં આવ્યું છે અને કોઈપણ સમયે ઓપરેશન પૂર્ણ થઈ શકે છે.

પાકિસ્તાન ગભરાયું
અનંતનાગ એનકાઉંટર બાદ હવે પાકિસ્તાન ગભરાઈ ગયું છે. એરસ્ટ્રાઈરનાં ભયથી પાકિસ્તાન ચિંતામાં દેખાઈ રહ્યું છે. ગુપ્ત એજન્સીઓ તરફથી મળેલી માહિતી અનુસાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સક્રિય ટેરર કેમ્પોમાંથી કેટલાક કેમ્પને પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. સૂત્રો અનુસાર આ ટેરર કેંપોને LoCની નજીક બનેલ લોન્ચ પેડની તરફ શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે. 

પાકિસ્તાને LoCની પાછળ શિફ્ટ કર્યા ટેરર કેમ્પ
સૂત્રો અનુસાર LoCની પાસે પાકિસ્તાની સેનાનાં કેમ્પની નજીક કેટલાક ટેરર કેમ્પ શિફ્ટ થયાની જાણકારી મળી છે. જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાની સેનાનાં આતંકી કેમ્પોને શિફ્ટ કર્યા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ ભારતીય સેનાની કાર્યવાહીથી બચવા ઈચ્છે છે. શિફ્ટ થયેલ ટેરર કેમ્પમાં કેટલાક એવા છે જે LoCથી થોડા જ કિલોમીટરની દૂરી પર છે.

હુમલાનું દબાણ બનાવી રહી હતી ISI
જાણકારી અનુસાર પાકિસ્તાની ISI એક્ટિવ છે અને જમ્મૂ-કાશ્મીરમાં સક્રિય પોતાના આતંકીઓને સુરક્ષાબળો પર હુમલો કરવાનું દબાણ બનાવી રહી છે.ISIએ આ આતંકીય સંગઠનોને ચેતવણી આપી હતી કે જો તેઓ મોટો હુમલો કરવામાં સફળ નથી થઈ રહ્યાં તો તેમને પાકિસ્તાનથી મળતી ફંડિંગ રોકી દેવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ