બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Pakistan ex minister fawad chaudhry 2019 video of trolling chandrayaan mission went viral again

વિશ્વ / VIDEO: ચાંદ ઘરે બેઠા જ દેખાય છે તો ત્યાં જવાની શું જરૂર? પાકિસ્તાની મંત્રીનો જૂનો વીડિયો ફરી વાયરલ, સાંભળીને હસી પડશો

Vaidehi

Last Updated: 07:33 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3ની સફળતાપૂર્વક લૉન્ચિંગ બાદ પાકિસ્તાનનાં પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીનો જૂનો વીડિયો ફરી વાયરલ થયો છે.

  • પાકનાં પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીનો જૂનો વીડિયો ફરી વાયરલ
  • ચંદ્રયાન-3ની સફળતાપૂર્વક લૉન્ચિંગ બાદ વીડિયો વાયરલ
  • 2019માં ISROનો મજાક પણ બનાવ્યો હતો

ISRO અને ભારતનું ડ્રીમ મૂન મિશન ચંદ્રયાન-3 ગઈકાલે એટલે કે શુક્રવારે સફળતાપૂર્વક લૉન્ચ થયું. લૉન્ચિંગ બાદ ચંદ્રયાન-3 ચંદ્રમાની ધરા સુધી પહોંચવા માટે નિકળી ગયું છે. આ સફળ લૉન્ચિંગ પર દુનિયાનાં તમામ નેતાઓ ભારતને શુભેચ્છા પાઠવી રહ્યાં છે ત્યારે પાકિસ્તાનનાં પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

'ચાંદ જે છે એ અમને ઘરે બેઠાં દેખાય છે'
આ વીડિયો 2019માં જ્યારે ચંદ્રયાન-2 મિશન ફેઈલ થયો હતો તે સમયનો છે. આ વીડિયોમાં તેઓ બોલી રહ્યાં છે કે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં અમારો એક દ્રષ્ટિકોણ છે કે ચાંદ જે છે એ અમને ઘરે બેઠાં દેખાય છે, અમને તેની લોકેશન ખબર હોય છે. અમને તેના વિશે બધી જ ખબર હોય છે. તો ચાંદને જોવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી, તે ઘરે બેઠાં દેખાય છે.

ISROનો મજાક બનાવ્યો હતો
ચંદ્રયાન 2ની સોફ્ટ લેન્ડિંગ અસફળ રહેતાં તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે'જે કામ ન આવડતું હોય તેમાં માંથું ન મારવું જોઈએ. પ્રિય ઈન્ડિયા.' તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે સુઈ જાઓ ભાઈ, રમકડું ચાંદની જગ્યાએ મુંબઈમાં ઊતર્યું છે. જો કે ચંદ્રયાન-3ની સફળ લોન્ચિંગ બાદ તેમણે ટ્વીટ કરીને ભારત અને ઈસરોને શુભેચ્છા પણ પાઠવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ