બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan Cricket Team reached Hyderabad for ICC World Cup 2023, read their food menu

વર્લ્ડકપ 2023 / 7 વર્ષે પાકિસ્તાની ટીમને ભારતમાં આ જમવાનું નહીં મળે, શું પીરસવામાં આવશે તેનું મેનૂ જાહેર

Vaidehi

Last Updated: 07:14 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં થનારાં ICC વર્લ્ડ કપ 2023માં શામેલ તમામ દેશોની ટીમોને ભોજનમાં શું મળશે અને શું નહીં તેને લઈને મેન્યૂ જાહેર કરવામાં આવ્યો છે. વાંચો પાકિસ્તાનની ટીમનો ફૂડ મેન્યૂ શું નક્કી કરવામાં આવ્યો છે.

  • વિશ્વકપ 2023 માટે પાકિસ્તાનની ટીમ પહોંચી ભારત
  • પાકિસ્તાનની ટીમ હૈદ્રાબાદમાં કરી રહી છે સ્ટે
  • વર્લ્ડકપમાં શામેલ 10 ટીમોનાં ફુડ મેન્યૂ રિલીઝ

પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ 2023 માટે ભારત આવી ચૂકી છે.  યોજના અનુસાર પાકિસ્તાની ટીમ હાલમાં હૈદ્રાબાદ પહોંચી છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. પાકિસ્તાની ટીમનાં ખેલાડીઓને ભારતમાં મળેલા સ્વાગતનાં વખાણ ટીમનાં કેપ્ટન બાબર આઝમથી લઈને PCB પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કર્યાં છે. આ સાથે જ વિશ્વકપમાં જોડાતી તમામ ટીમોને ભોજનમાં શું-શું મળશે તેનું મેન્યૂ પણ ભારત દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે.

બીફ નહીં પીરસવામાં આવે..
મીડિયા રિપોર્ટસ અનુસાર પાકિસ્તાની ક્રિકેટ ટીમને ભારતમાં ચિકન, મટન અને મછલીનાં વ્યંજનો જમાડવામાં આવશે. આ સાથે જ ભારતમાં તમામ 10 ટીમોને બીફ પીરસવામાં આવશે નહીં. ટીમનાં ડાયટ ચાર્ટમાં લેંબ ચોપ, મટન કરી, બટર ચિકન અને માછલી શામેલ કરવામાં આવી છે. આ સાથે જ બાસમતી ચોખા, સ્પેગેટી, પુલાવ, હૈદ્રાબાદી બિરયાની પણ પીરસવામાં આવશે.

7 વર્ષો બાદ પાકિસ્તાની ટીમ ભારત પહોંચી
પાકિસ્તાની ક્રિકેટ ટીમ આશરે 7 વર્ષો બાદ ભારત પહોંચી છે. PCBની તરફથી જે 15 મેંબર્સનું સ્ક્વોડ સિલેક્ટ કરવામાં આવ્યું છે તેમાં 2 જ ખેલાડીઓ એવા છે જે આ પહેલા ભારતમાં ક્રિકેટ રમવા આવ્યાં છે. મોહમ્મદ નવાઝ અને સલમાન આગા આ પહેલા ભારત આવ્યાં છે. કેપ્ટન બાબર આઝમ પણ પહેલીવખત ભારતમાં ક્રિકેટ રમવા આવી રહ્યાં છે. એટલું જ નહીં શાહીન શાહ અફરીદી પણ પહેલી વખત ભારતની ધરતી પર મેચ રમશે. પાકિસ્તાની ટીમની સિક્યોરિટી પણ કડક કરી દેવામાં આવી છે. આ ટીમને હયાત હોટલમાં સ્ટે આપવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ