બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pakistan connection exposed in Gandhidham's 800 crore cocaine smuggling

ખુલાસો / ગાંધીધામના 800 કરોડના કૉકેઇનની હેરાફેરીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, ગુજરાત ATSની ટીમ કચ્છ જવા રવાના

Malay

Last Updated: 11:58 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીધામમાં 800 કરોડના કોકેઈનની હેરાફેરી મામલે ગુજરાત ATSની તપાસમાં થયો મોટો ખુલાસો, ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવતા ગુજરાત ATSની ટીમ કચ્છ જવા રવાના થઈ.

  • ગાંધીધામમાં રૂ.800 કરોડના કોકેઈનની હેરાફેરીનો કેસ 
  • ગુજરાત ATSની તપાસમાં પાકિસ્તાની કનેક્શન 
  • કરાંચીના હાજી સલીમનું નામ ખૂલ્યુ
  • ગુજરાત ATSની ટીમ તપાસ માટે કચ્છ રવાના 

Gujarat Drugs Case: ગાંધીધામમાં રૂ.800 કરોડના કોકેઈનની હેરાફેરીના કેસમાં પાકિસ્તાન કનેક્શન ખુલતા ગુજરાત ATSની ટીમ દોડતી થઈ છે. ગુજરાત ATSની ટીમ તપાસ માટે કચ્છ જવા રવાના થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત ATSની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે તો અનેક આરોપીઓના નામ પણ બહાર આવી શકે છે. 

ગૃહ મંત્રાલયના આદેશ બાદ ISKP મોડ્યુલની તપાસ NIAને સોંપાઈ, ગુજરાત ATSએ આતંકી  હુમલા કાવતરાનો કર્યો હતો પર્દાફાશ | ISKP module probe handed over to NIA  after Home Ministry ...

કરાંચીના હાજી સલીમનું નામ ખુલ્યું
ગાંધીધામમાં 800 કરોડના કોકેઈનની હેરાફેરીના કેસમમાં ગુજરાત ATSની તપાસ પાકિસ્તાનનું કરાંચી કનેક્શન સામે આવ્યું છે. આ મામલે કરાંચીના હાજી સલીમનું નામ ખુલતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ડ્રગ્સના નેટવર્કની તપાસ માટે ગુજરાત ATSની ટીમ કચ્છ જવા રવાના થઈ છે.

શું છે સમગ્ર મામલો?
ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બન્યો છે. રાજ્ય અને દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ડ્રગ્સ તસ્કરો આ દરિયા કિનારાનો ઉપયોગ કરે છે. જેમાં પણ કચ્છના દરિયાકાંઠેથી અત્યાર સુધીમાં અનેક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. તાજેતરમાં જ ગાંધીધામમાંથી પોલીસે બાતમીના આધારે અંદાજે 800 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

80 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યો હતું
કચ્છ પૂર્વ એલસીબીને યોગ્ય બાતમી મળતા સ્થાનિક પોલીસની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે મીઠીરોહર વિસ્તારની ખાડીમાંથી બિનવારસી હાલતમાં પડેલા 80 કિલોથી વધુ ડ્રગ્સના જથ્થાને કબજે કર્યો હતો. જે બાદ FSLની તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું હતું. 

પોલીસની સફળતાને હર્ષ સંઘવીએ બિરદાવી હતી 
જે બાદ કચ્છ પોલીસની આ મોટી સફળતાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બિરદાવી હતી. તેઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગુજરાત પોલીસની સતર્કતાથી કચ્છના દરિયાકાંઠેથી રૂ.800 કરોડની કિંમતનું કોકેઈન જપ્ત કરાયું છે. કચ્છ પૂર્વ LCBને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવેગ કરે તે પહેલા જ પોલીસ દરોડો પાડીને 80 કિલો કોકેઈન કબજે કરે છે. જેની કિંમત રૂ.800 કરોડ થાય છે.  પૂર્વ કચ્છ પોલીસની સતર્કતા અને ડ્રગ્સ નાબૂદી અભિયાન માટેની સક્રિયતાને અભિનંદન.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ