બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ott web series film july 2023 vidya balan neeyat janhvi kapoor bawal kajol

OTT Release / મનોરંજનથી ભરપૂર હશે જુલાઇ મહિનો: એક્શન, થ્રીલર અને રોમૅન્સથી ભરપૂર ફિલ્મો-સીરિઝ થશે રીલીઝ, જુઓ લિસ્ટ

Arohi

Last Updated: 11:39 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OTT Web Series Film July 2023: જુલાઈમાં વેબ સીરિઝ અને ફિલ્મો રિલીઝ થવાની છે. આ ફિલ્મો અને વેબ સીરિઝ જબરદસ્ત એક્શનથી ભરપૂર છે સાથે જ તમને ક્રાઈમ થ્રિલર વેબ સીરિઝ જોવાનો પણ મોકો મળશે. જાણો જુલાઈમાં કઈ કઈ વેબ સીરિઝ અને ફિલ્મો દસ્તક આપવાની છે.

  • જુલાઈમાં આવશે આટલી OTT ફિલ્મે-વેબ સીરિઝ 
  • જબરદસ્ત એક્શનથી હશે ભરપૂર 
  • મનોરંજનથી ભરપૂર હશે જુલાઇ મહિનો

આ વખતે જુલાઈના મહિનામાં OTT પર ધમાલ માચવવાની છે એકથી એક શાનદાર વેબ સીરિઝ અને ફિલ્મો. આ ફિલ્મો અને વેબ સીરિઝ તમે ઘરે બેઠા આરામથી જોઈ શકો છો. તેમાં એક્શનથી લઈને જબરદસ્ત ડ્રામા તો નહીં રોમેન્ટિક ફિલ્મ અને વેબ સીરિઝ પણ જોવા મળશે. જાણો આ અઠવાડિયે ઓટીટી પર રિલીઝ થનાક વેબ સીરિઝ અને ફિલ્મો કઈ કઈ છે. 

બબાલ- 27 જુલાઈ, એમેઝોન પ્રાઈમ વીડિયો 
વરૂણ ધવન અને જાહ્નવી કપૂરની અપકમિંગ વેબ સીરિઝ અને ફિલ્મ બબાલ આ મહિને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે. ખબરો અનુસાર પહેલા આ ફિલ્મ થિએટરમાં રિલીઝ થવાની હતી પરંતુ મેકર્સે તેના બાદમાં ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો. 

બ્લાઈન્ડ 
લાંબા સમય બાદ સોનમ કપૂર એક વખત ફરીથી ફિલ્મોમાં પરત ફરી રહી છે. સોનમ કપૂરની ફિલ્મ 'બ્લાઈન્ડ' 7 જુલાઈએ જીયો સિનેમા પર રિલીઝ થશે. આ એક ક્રાઈમ થ્રિલર મૂવી છે. 

આઈબી 71 
લીકથી અલગ ફિલ્મો કરનાર એક્ટર વિદ્યુત જામવાલની 'આઈબી 71' ફિલ્મ જલ્દી જ રિલીઝ થવાની છે. આ ફિલ્મ થિયેટર્સ બાદ હવે ઓટીટી પર રિલીઝ થવા માટે તૈયાર છે. તેને તમે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકો છો. 

ટ્રાયલ-14 જુલાઈ, ડિઝ્ની હોટસ્ટાર પ્લસ 
જો તમે ડિફરન્ટ વેબ સીરિઝને જોવા માંગો છો તો તમારા માટે 'ધ ટ્રાયલઃ પ્યાર કાનૂન ધોખા' બેસ્ટ હોઈ શકે છે. તેમાં કાજોલ વકીલની ભૂમિકામાં જોવા મળશે. આ વેબ સીરિઝના ટ્રેલરને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ વેબ સીરિઝ 14 જિલાઈએ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. 

મેડ ઈન હેવન-2 
જો તમે 'મેડ ઈન હેવન 2' વેબ સીરિઝના બીજા પાર્ટની રાહ જોઈ રહ્યા છો તો બીજો પાર્ટ જુલાઈમાં રિલીઝ થવાનો છે. જોકે હજુ સુધી ડેટ રિવીલ નથી થઈ. તેનો પહેલો પાર્ટ વર્ષ 2019માં આવ્યો હતો. 

નીયત-7 જુલાઈ, થિયેટર 
જો તમને ડિટેક્ટિવ વાળી ફિલ્મો જોવાનું પસંદ છે તો તમારા માટે 'નીયત' ફિલ્મ બેસ્ટ હોઈ શકે છે. આ ફિલ્મ 7 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમાં વિદ્યા બાલનના ઉપરાંત રામ કપૂર, નીરજ કાબી, શહાના ગોસ્વામી, અમૃતા પુરી અને નિક્કી વાલિયા જેવા સ્ટાર્સ લીડ રોલમાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ