બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Order to positively dispose of PM Svanidhi Yojana applications

પીએમ સ્વનિધિ યોજના / હવે લોન લેવામાં કોઈ અડચણ નહીં આવે, ગુજરાત આવેલા કેન્દ્રિય નાણા રાજ્યમંત્રીએ અધિકારીઓને આપ્યા મોટા આદેશ

Vishnu

Last Updated: 10:26 PM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM સ્વનિધિ યોજનાની અરજીઓના સત્વરે હકારાત્મક નિકાલ માટે વિવિધ વિભાગો,મહાનગરપાલિકાઓ અને બેન્કર્સ સાથે કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સમીક્ષા બેઠક કરી

  • પીએમ સ્વનિધિ યોજનાનો લાભ અરજદારને આપો
  • કુલ ૩.૨૬ લાખ અરજીઓ પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક અપાયો 
  • કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત  કરાડેએ અધિકારીઑના લીધા ક્લાસ 

આગામી તા.૧૫ ઓક્ટોબર-૨૦૨૨ સુધીમાં ગુજરાતની તમામ ૮ મહાનગરપાલિકા સહિત રાજ્યમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ કુલ ૩.૨૬ લાખ અરજીઓ પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તેમ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત  કરાડે  ગાંધીનગર ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું. 

'અરજીઓનો સત્વરે નિકાલ કરો'
ગુજરાતમાં “PM Street Vendors AtmaNirbhar Nidhi-”PM SVANidhi યોજના હેઠળ અરજીઓનો સત્વરે હકારાત્મક નિકાલ માટે કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત  કરાડના અધ્યક્ષસ્થાને આયોજિત સમીક્ષા બેઠકમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવ, તમામ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર, મત્સ્યોદ્યોગ અને કૃષિ વિભાગના પ્રતિનિધિઓ, સ્ટેટ લેવેલ બેંકર્સ કમિટિ (SLBC)ના કન્વિનર અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહીને જરૂરી સૂચનો કર્યા હતા. 

૩,૨૬,૦૦૦ અરજીઓ આગામી તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક
તમામ મહાનગરપાલિકાઓ સહિત વિવિધ નગરપાલિકા-જિલ્લાઓમાં PM SVANidhi યોજના હેઠળ ફાળવાયેલ લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હોવાથી આશરે ૨૬,૦૦૦ લોન અરજીઓના નવા લક્ષ્યાંક સાથે રાજ્યમાં કુલ ૩,૨૬,૦૦૦ અરજીઓ આગામી તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ મહાનગરપાલિકાને ૧ લાખ, સુરતને ૫૦,૦૦૦, વડોદરાને ૨૫,૦૦૦, રાજકોટને ૧૩,૦૦૦, જામનગરને ૯,૦૦૦, જૂનાગઢને ૭,૫૦૦, જ્યારે ગાંધીનગર અને ભાવનગરને પ,૦૦૦-પ,૦૦૦ અરજીઓનો નવો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે. PM SVAnidhi યોજના અંતર્ગત NPA 1.5% છે જે બેન્કની કામગીરી અને સદ્ધરતાને કોઈ નૂકસાન કરતા નથી. જેથી, બેંકોને PM SVAnidhi યોજના અને KCC જેવી યોજનાઓ હેઠળ સક્રિયપણે લોન અરજીઓ મંજૂર કરવા મંત્રીએ આ બેઠકમાં સૂચના આપી હતી. 

અધિકારીઓને શું કર્યું સૂચન
મંત્રીએ બેંકર્સ અને ULBને સૂચન કર્યુ હતું કે અરજદારોએ એક કરતા વધુ વખત બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂર પડે નહીં તેવી વ્યવસ્થા કરવી જોઇએ. બેંકોએ એપ્લીકેશન માટે શક્ય તેટલો ઓછો સમય સુનિશ્ચિત કરીને લોન મંજુરી અને ચુકવવાની સુવિધા માટે ટેક્નોલોજીનો પૂરતો ઉપયોગ કરવો જોઇએ. બેંકોને આવી યોજનાઓના સામાજિક હેતુને ધ્યાનમાં રાખીને પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે યોગ્ય ઉપાય  શોધવા સૂચન કર્યું હતું. આ બેંકોને સંબંધિત મહાનગરપાલિકા/નગરપાલિકા સાથે પરામર્શ કરીને, તેમની બાકી અરજીઓને મંજુર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ તેમ તેમણે ઉમેર્યુ હતું. આ પ્રસંગે  ગુજરાતની તમામ મહાનગરપાલિકા/નગરપાલિકા દ્વારા અરજીઓને પુન:રજુ કરવા માટે કરવામાં આવેલ કામગીરીની મંત્રી દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. 

'કોઇપણ લોનની અરજી રદ કરતાં પહેલા સંબંધિત કર્મચારીનો સંપર્ક કરવો'
આ ઉપરાંત લોન અરજીને પરત અથવા રદ કરતા પહેલા સંબંધિત નગરપાલિકાના ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન- GULMના કર્મચારી સાથે સતત સંપર્કમાં રહેવા બેંકોને સૂચના આપતા મંત્રીએ કહ્યું હતું કે  PM SVANidhi યોજના અંતર્ગત કોઇપણ લોનની અરજી રદ કરતાં પહેલા સંબંધિત કર્મચારીનો સંપર્ક કરવો જોઇએ. બેંકોને દરેક કામકાજના દિવસમાં બપોર પછીના સમયનો ઉપયોગ PM SVANidhi યોજનાના લાભાર્થીઓના હિત માટે કરવો જોઇએ. આ યોજનાને વધુ સફળ બનાવવા જરૂરી તમામ સહયોગ આપવા જણાવ્યું હતું. 

સબસિડી આપે છે સરકાર 
સરકાર પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી-વિક્રેતાઓને ફરીથી પોતાનુ કામ શરૂ કરવા માટે લોન આપે છે. જે હેઠળ તેઓને 10 હજાર રૂપિયાની લોન મળે છે. આ યોજના હેઠળ વ્યાપાર શરૂ કરવા માટે 10 હજાર રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી વગર મળે છે. જેના માટે તમારે કશું પણ ગિરવે રાખવાનુ નથી. આ સાથે એક વખત લોનના પૈસા ચૂકવી દો છો તો તમે ડબલ રકમ લોન લેવા માટે યોગ્ય થશો. જેમકે તમે વેપાર શરૂ કરવા માટે પહેલી વખત 10 હજાર રૂપિયાની લોન લીધી અને તેને સમયસર ચૂકવી દીધી. તો બીજી વખત તમે સરળતાથી 20 હજાર રૂપિયાની લોન લઇ શકશો. આ રીતે ત્રીજી વખતમાં તમે 50 હજાર રૂપિયાની લોન લઇ શકો છો. 

ત્રણ વખતમાં મળશે લોનની રકમ
ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ લોન લેવા માટે કોઈ ગેરંટીની જરૂર પડતી નથી. અરજી મંજૂર થયા બાદ લોનની રકમ ત્રણ વખતમાં તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ લેવામાં આવેલી લોનની રકમને એક વર્ષની મુદ્દતમાં ચૂકવી શકાય છે. દર મહિને હપ્તામાં લોનની રકમને ચૂકવી શકાય છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ