જો તમે ઓછી લાગતમાં સારી કમાણી કરવા માંગતા હોવ તો તમે બટન મશરૂમની ખેતી કરી શકો છો.
ઓછાં પૈસા લગાવી કરો સારી કમાણી
આ બિઝનેસ તમને કરાવશો સારો નફો
બટન મશરૂમની ખેતી કરીને કમાવો રૂપિયા
દેશની ધરતી સાથે સંકળાયેલા ઘણાં શિક્ષિત યુવાનો હવે કમાણી માટે ખેતી તરફ વળ્યા છે. જો તમને પણ ફાર્મિંગ પસંદ છે તો તમે વેજિટેબલ બટન મશરૂમની ખેતી કરીને કમાણી કરી શકો છો. મશરૂમની માંગ હોટલ અને રેસ્ટોરન્સમાં તો વધુ છે જ સાથે જ આજકાલ યૂટ્યુબ પર કૂકિંગ શીખવાડતા લોકો પણ બટન મશરૂમનો ઉપયોગ કરે છે, જેથી તેની માંગ વધી ગઈ છે.
બટન મશરુમ એક એવી પ્રજાતિ છે જેમાં મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ જ કારણે મશરુમ ખૂબ જ લોકપ્રિય છે. બજારમાં તેનો રિટેલ ભાવ 300 રૂપિયાથી લઈને 350 રૂપિયા કિલો છે અને જથ્થાબંધ ભાવ તેનાથી 40 ટકા ઓછો હોય છે. આ જ કારણ છે કે અનેક ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને મશરુમ ઊગાડવાના શરૂ કરી દીધું છે.
50 હજારના ખર્ચમાં 2.5 લાખની કમાણી
બટન મશરુમની ખેતી માટે કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે. એક ક્વિન્ટલ કમ્પોસ્ટમાં દોઢ કિલો બીની જરૂર રહે છે. 4થી 5 ક્વિન્ટલ કમ્પોસ્ટ બનાવીને બે હજાર કિલો મશરુમ મળે છે. હવે બે હજાર કિલો મશરુમ ઓછામાં ઓછા 150 રૂપિયા કિલોના ભાવે વેચાય છે તો એ હિસાબથી ત્રણ લાખ રૂપિયા મળે છે. જેમાંથી 50 હજાર રૂપિયા ખર્ચ બાદ કરી નાખો તો તમને 2.5 લાખ રૂપિયાનો નફો મળે છે. જોકે, મશરુમ ઊગાડવા માટે 50 હજાર રૂપિયાનો પણ ખર્ચ નથી આવતો.
ઓછી જમીનમાં મશરુમની ખેતી શરૂ કરો
પ્રતિ વર્ગ મીટરમાં 10 કિલોગ્રામ મશરુમ ઊગાડી શકાય છે. ઓછામાં ઓછી 40X30 ફૂટ જગ્યામાં ત્રણ ફૂટ પહોળા રેક બનાવીને મશરુમ ઊગાડી શકાય છે.
કમ્પોસ્ટ બનાવવાની વિધિ
કમ્પોસ્ટ બનાવવા માટે ધાનની પરાર પલાળવી પડે છે અને એક દિવસ બાદ તેમાં ડીએપી, યૂરિયા, પોટાશ અને ઘઉંનું ચોકર, જિપ્સમ અને કોર્બોફ્યૂડોરન મિક્સ કરીને તેને સડવા માટે છોડી દેવામાં આવે છે. આશરે બે મહિના પછી કમ્પોસ્ટ તૈયાર થઈ જશે. હવે છાણનું ખાતર અને માટી ભેળવીને આશરે દોઢ ઈંચનું લેયર બનાવીને તેના પર કમ્પોસ્ટનું બેથી ત્રણ ઇંચનું લેયર બનાવવામાં આવે છે. તેમાં ભેજનું પ્રમાણ જળવાયેલું રહે તે માટે સ્પ્રેથી મશરુમ પર દિવસમાં બેથી ત્રણ વખત પાણી છાંટવામાં આવે છે. આ રીતે મશરુમ માટે કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે.
ટ્રેનિંગ લઈને શરૂ કરો મશરુમની ખેતી
બધી જ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને કૃષિ સંશોધન કેન્દ્રોમાં મશરુમની ખેતીની તાલીમ આપવામાં આવે છે. જો તમે મોટા પ્રમાણમાં ખેતી કરવા માંગો છો તેના માટે તાલીમ લેવી જરૂરી છે.