બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Operation 'Spa': Statewide raids by Gujarat Police at 2 thousand places in last 3 days, arrest of more than 150 accused

સ્પેશ્યલ ડ્રાઇવ / ઓપરેશન 'સ્પા': છેલ્લા 3 દિવસમાં 2 હજાર સ્થળોએ ગુજરાત પોલીસના રાજ્યવ્યાપી દરોડા, 150થી વધુ આરોપીઓની ધરપકડ

Vishal Khamar

Last Updated: 06:19 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ગેરકાયદેસર ચાલતા સ્પા સેન્ટરો તેમજ હોટલોમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જે દરોડા આજે પણ રાજ્યમાં અનેક જગ્યાએ ચાલુ રહ્યા હતા. ત્યારે ત્રણ દિવસમાં પોલીસે સમગ્ર રાજ્યમાં બે હજારથી વધુ સ્પા સેન્ટર તેમજ હોટલો પર દરોડા પાડ્યા હતા.

  • ત્રીજા દિવસે પણ રાજ્યમાં ગેરકાયદેસર સ્પા સેન્ટર પર પોલીસનું ચેકીંગ
  • ત્રણ દિવસમાં બે હજારથી વધુ સ્પા સેન્ટર તેમજ હોટલોમાં દરોડા પાડ્યા
  • 204 લોકો સામે પોલીસે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

 હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેત વ્યાપારની પ્રવૃતિઓને બંધ કરાવવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી પોલીસે 2 હજાર સ્પા સેન્ટરો તેમજ હોટલોમાં દરોડા પાડ્યા છે.  આ મામલે પોલીસ દ્વારા ત્રણ દિવસમાં 279 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે 204 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.  તેમજ પોલીસ દ્વારા 183 આરોપીઓની ધરપકડ કરી છે. 

ફાઈલ ફોટો

રાજકોટ શહેર પોલીસે 13 સ્પા સંચાલકો સામે ફરિયાદ નોંધી
ગત રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા 50 થી વધુ સ્પા સેન્ટરોમાં દરોડા પાડ્યા હતા. જેમાંથી 13 સ્પા સંચાલકો સામે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે નાગાલેન્ડ, અમદાવાદ, દિલ્હી, પશ્ચિમ બંગાળથી સ્પામાં થેરાપીસ્ટનું કામ કરવા આવેલ યુવતીઓ મળી આવી હતી. ત્યારે સ્પા સંચાલક દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યું નહી હોઈ તેની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. 

ગઈકાલે પણ પોલીસે સુરત, ગીર સોમનાથ, અમદાવાદનાં પશ્ચિમ તેમજ પૂર્વ વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું
ગઈકાલે સુરત શહેરમાં પણ સ્પા સેન્ટરો પર પોલીસે દરોડા પાડ્યા હતા. સુરતમાં એક જ દિવસમાં 50 થી વધુ કેસ તેમજ 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથમાં પણ કુલ 21 સ્થળો પર 10 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધર્યું હતું.  અમદાવાદમાં પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં પણ 25 સ્પામાં પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ