બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / one more omicron variant case seen in delhi total 33 covid omircon positive in india

Delhi / હવે ખરેખર સાચવજો! દિલ્હીમાં જોવા મળ્યો Omicron વેરિયન્ટનો બીજો કેસ, ભારતમાં થયા 33

Mayur

Last Updated: 11:08 AM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દિલ્હીમાંથી કોરોનાનાં ઓમિક્રોન વેરિયન્ટનો વધુ એક કેસ પોઝિટિવ મળતા હવે ભારતમાં ઓમિક્રોનનાં કેસનો ટોટલ આંકડો 33 એ પહોંચ્યો છે.

દિલ્હીમાં ઓમિક્રોનનો બીજો કેસ 

દિલ્હીમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો બીજો કેસ સામે આવ્યો છે. 
અહીં ઝીમ્બાબ્વેથી પરત આવેલ યાત્રીનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. 

મળતી માહિતી અનુસાર ઝીમ્બાબ્વેથી પરત આવેલ આ વ્યક્તિના ટ્રાવેલ હિસ્ટ્રીમાં સાઉથ આફ્રિકા પણ સામેલ હતું. તેથી તેની સાથે હવે ભારતમાં 33 લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા હતા. 

27 લોકોનો કોરોના પોઝિટિવ હતો 

દિલ્હીમાં વિદેશથી આવેલા લોકોમાંથી 27 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. હજુ સુધી 25 લોકોના ઓમીક્રોન રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે. તો સામે બે લોકો ઓમીક્રોન પોઝિટિવ મળ્યા છે.

અગાઉ પ્રથમ કેસ ટાન્ઝાનિયાંથી આવેલ મુસાફરમાં ઓમીક્રોનની હાજરી દેખાતાં નોંધાયો હતો. 

મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનનાં 7 નવા કેસ
મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનનાં શુક્રવારે 7 નવા કેસ આવવાનાં કારણે હડકંપ મચી ગયો હતો. તેમાંથી ત્રણ કેસ મુંબઇમાં જ મળ્યા હતા. 

આ લોકોમાં એકદમ સામાન્ય લક્ષણો જ જોવા મળ્યા હતા. સરકારે કહ્યું હતું કે તેઓ હજુ સુધી જેટલા પણ કેસ અંગેની માહિતી મળી છે તે બધા જ કેસમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. તેને મળીને ભારતમાં કુલ ઓમિક્રૉન વેરિયન્ટના 32 કેસ ભારતમાં જોવા મળ્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રૉનના એક વધુ કેસની પુષ્ટિ થઈ છે અને એક કેસ તો મુંબઈનાં ધારાવીમાં મળ્યો હતો.

એક કેસ ધારાવીમાં 

ધારાવીમાં જોવા મળેલ કેસમાં વ્યક્તિ ટાન્ઝાનિયાથી પરત આવ્યો હતો. જે કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. 

આ દેશનો અત્યાર સુધીનો 32 મો ઓમિક્રૉનનો કેસ છે જેમાં શખ્સનો કેસ પોઝિટિવ આવ્યો છે અને તે ચેન્નાઈનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક વર્ષથી ધારાવીમાં રહે છે. આ વ્યક્તિ 4 ડિસેમ્બરે ટાન્ઝાનિયાથી પાછો આવ્યો છે. એરપોર્ટ પર બે ટકા સેમ્પલના ભાગરૂપે RTPCR ટેસ્ટ માટે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતાં કારણ કે ટાન્ઝાનિયા એટ રિસ્ક દેશોની કેટેગરીમાં શામેલ નથી. 

આ વ્યક્તિને રિઝલ્ટ આવવા સુધી એરપોર્ટ પર જ રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. રાત્રે તે ધારાવી રવાના થયો હતો પરંતુ એ દરમિયાન તેનો RTPCR પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ મેડિકલ ટીમ દ્વારા તેને અને સાથે બે લોકોને ટ્રેક કરવામાં આવ્યા હતા અને તેમણે બીજા લોકો સાથે મળતા અટકાવવામાં આવ્યા હતા. 

બાળકોમાં વધી રહ્યો છે ખતરો 
આખી દુનિયામાં કોરોનાના (Corona) નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Corona New Variant Omicron) કારણે દહેશતનો માહોલ છે. દુનિયામાં લગભગ 57 દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી વૈજ્ઞાનિક આ વેરિએન્ટ વિશે વધારે જાણકારી નથી મેળવી શક્યા. પરંતુ અમુક રિસર્ચ દ્વારા અહીં જાણવા મળ્યું છે કે ઓમિક્રોનનું સંક્રમણ  (Omicron Infection) બાળકોમાં વધારે જોવા મળી રહ્યું છે. 

અમુક એક્સપર્ટ્સ અનુસાર આ દુનિયા માટે મોટા પડકાર સમાન છે. જણાવી દઈએ કે ઓમિક્રોન વેરિએન્ટની જાણકારી સૌથી પહેલા દક્ષિણ આફ્રીકામાં થઈ હતી. આ વેરિએન્ટના સંક્રમણમાં બાળકોમાં ખાસ લક્ષણ જોવા મળી રહ્યા છે. 

બાળકોમાં જોવા મળી રહ્યા છે ઓમિક્રોનના આ ખાસ લક્ષણ 

  • ભારે તાવ આવવો 
  • સતત સુકી ખાંસી આવવી 
  • આખો દિવસ થાક મહેસુસ કરવો 
  • માથામાં દુઃખાવો રહેવો 
  • ગળામાં ખીચખીચની સમસ્યા 
  • બાળકોને ભૂખ ન લાગવી જેવી સમસ્યા   

ઓમિક્રોનના નવા પ્રકારને શોઘવું ખુબ મુશ્કેલ છે.  

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો. WHOએ ઓમિક્રોન(B.1.1.529)ને  વેરિયન્ટન ઓફ કન્સર્ન યાદીમાં મુકવામાં આવ્યું છે. હવે આ વેરિયન્ટ લઈને એક મોટી વાત સામે આવી છે.B.1.1.529 વેરિયન્ટ બે ભાગોમાં BA.1 અને BA.2.માં વહેચાય ગયા છે. વાયરોલોજિસ્ટના જણાવ્યા અનુસાર ઓમિક્રોનનું નવું લીનિએજ BA.2ના નવા ઘણા મામલા દક્ષિણ આફ્રિકા,ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં જોવા મળી રહ્યાં છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઓમિક્રોનના નવા પ્રકારને શોઘવું ખુબ મુશ્કેલ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ