બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / One day man will become extinct like dinosaur... ISRO chief's big statement

શોકિંગ / ડાયનાસોરની જેમ એક દિવસ માણસ પણ લુપ્ત થઈ જશે... ISRO ચીફનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 11:08 AM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરો ચીફ સોમનાથે કહ્યું કે, ડાયનાસોરની જેમ એક દિવસ માનવી પણ પૃથ્વી પરથી નાશ પામશે. કેમ કે તે પોતે આ માટે જવાબદાર હશે અથવા પ્રકૃતિ અથવા અવકાશમાંથી આવતા એસ્ટરોઇડ્સ.

 

  • ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા ડૉ. એસ. સોમનાથનું મોટું નિવેદન 
  • ડાયનાસોરની જેમ એક દિવસ માનવી પણ પૃથ્વી પરથી નાશ પામશે: એસ. સોમનાથ 
  • ભારત ચંદ્ર પર પગ નહીં મૂકે તો ભવિષ્યમાં દુનિયાભરના લોકો ભારતને ચંદ્રની બહાર ફેંકી દેશે 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા ડૉ. એસ. સોમનાથે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, લોકો પૂછે છે કે માનવીને અવકાશમાં મોકલવાની શું જરૂર છે ? પૃથ્વી રહેવા માટે યોગ્ય સ્થળ છે. તો પછી અવકાશ યાત્રા શા માટે ? આનો જબરદસ્ત જવાબ આપતા ઈસરો ચીફ સોમનાથે કહ્યું કે, ડાયનાસોરની જેમ એક દિવસ માનવી પણ પૃથ્વી પરથી નાશ પામશે. કેમ કે તે પોતે આ માટે જવાબદાર હશે અથવા પ્રકૃતિ અથવા અવકાશમાંથી આવતા એસ્ટરોઇડ્સ.

ઈસરોના વડાએ શું કહ્યું ? 

ઈસરોના વડાએ કહ્યું કે, ચંદ્ર અને મંગળ પર એસ્ટરોઈડનો સતત બોમ્બમારો થઈ રહ્યો છે. કારણ કે તેમના રક્ષણ માટે ત્યાં કોઈ વાતાવરણ નથી. પૃથ્વી પર વાતાવરણ છે, તેથી તમે એસ્ટરોઇડ્સના હુમલાથી બચી ગયા છો. મનુષ્ય પૃથ્વી પર કાયમ રહેવાનો નથી. ડાયનાસોર બુદ્ધિશાળી ન હોવાને કારણે માર્યા ગયા. માનવ બુધ્ધિશાળી છે. આ હોવા છતાં પૃથ્વી પર મનુષ્યનું જીવન ખૂબ જ મર્યાદિત છે. જો માનવીએ રહેવા માટે નવી જગ્યા પસંદ ન કરી હોત તો એક દિવસ પૃથ્વીનો અંત આવશે સાથે માણસોનો પણ અંત આવશે. 

માનવ અવકાશ ઉડાનની કેમ જરૂર પડી ? 

ઈસરોના વડા ડૉ. એસ. સોમનાથે જણાવ્યું હતું કેલોકોના સવાલ છે કે, એન્ટાર્કટિકા પર વિશ્વભરમાં કેન્દ્રો છે. ભારતમાં પણ ત્રણ કેન્દ્રો છે. શું જરૂર હતી ? કારણ છે કે, જો ભવિષ્યમાં આપણે અમુક જગ્યાઓ અને વિસ્તારોમાં પગ નહીં મુકીએ તો આપણે ત્યાંથી ફેંકાઈ જઈશું. જો ભારત ચંદ્ર પર પગ નહીં મૂકે તો ભવિષ્યમાં દુનિયાભરના લોકો ભારતને ચંદ્રની બહાર ફેંકી દેશે. તેથી અમે એન્ટાર્કટિકામાં અમારા ત્રણ સ્ટેશન બનાવ્યા. અમે ચંદ્ર પર પહોંચ્યા. અમે સૌ પ્રથમ મંગળ પર પહોંચ્યા.

 

સ્પેસ સ્ટેશન પણ બનાવવામાં આવશે: એસ. સોમનાથ

એસ સોમનાથે કહ્યું કે, ગગનયાન માત્ર એક નવો પ્રયાસ છે. આઝાદીના અમૃત મહોત્સવ પર અમે આ હ્યુમન સ્પેસફ્લાઇટ એક્સ્પો શરૂ કરી રહ્યા છીએ. 100 વર્ષ પછી અમે અંતરિક્ષમાં અમારું સ્પેસ સ્ટેશન બનાવીશું. માત્ર ગગનયાન સુધી અટકશે નહીં. અમે ઈચ્છીએ છીએ કે, જ્યારે વિશ્વના મોટા સ્પેસ મિશનમાં મોટા દેશો સામેલ થાય. ત્યારે ભારતના એક કે બે અવકાશયાત્રીઓ તે ટીમનો ભાગ હોવા જોઈએ. આપણને અવકાશના મહાન સંશોધન સામેલ કરવા પડે. 

આ સાથે સોમનાથે કહ્યું કે, ભારતે ચંદ્રયાન-1, મંગલયાન સહિત આવા ઘણા મિશન કર્યા છે, જેણે સ્થાપિત કર્યું છેઈસરો ચીફ સોમનાથે કહ્યું કે, ડાયનાસોરની જેમ એક દિવસ માનવી પણ પૃથ્વી પરથી નાશ પામશે. કેમ કે તે પોતે આ માટે જવાબદાર હશે અથવા પ્રકૃતિ અથવા અવકાશમાંથી આવતા એસ્ટરોઇડ્સ. કે, આપણો દેશ, આપણા વૈજ્ઞાનિકો, આપણા લોકો અને આપણો ઈસરો વિશ્વના કોઈપણ દેશ સાથે સ્પર્ધા કરી શકે છે. પરંતુ આપણા માટે સૌથી મહત્વની બાબત લોકોની સલામતી, આરોગ્ય અને સમૃદ્ધિ છે. એટલા માટે અમે તેમને હવામાન, કૃષિ, આપત્તિ, નેવિગેશન, કમ્યુનિકેશન જેવી સુવિધાઓ આપી રહ્યા છીએ. આપણી આગામી પેઢીઓ માત્ર અન્ય ગ્રહો પર જ નહીં, પણ સૌરમંડળમાં અને તેનાથી આગળના ગ્રહોમાં પણ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ