બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ONDC to be gradually expanded to more cities, says Piyush Goyal

સહાય / કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલનું મોટું એલાન, સાંભળીને ઝૂમી ઉઠશે નાના કારોબારી, વ્યવસાયમાં મળશે મદદ

Hiralal

Last Updated: 10:55 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય વેપાર મંત્રી પિયુષ ગોયેલે એવું જણાવ્યું કે પાંચ શહેરોની સફળતા બાદ ONDC પ્લેટફોર્મને સમગ્ર દેશભરમાં લાગુ પાડવામાં આવશે.

  • નાના કારોબારીઓ માટે ખુશખબર
  • સરકારે ONDC પ્લેટફોર્મની શરુઆત કરી
  • શરુઆતમાં પાંચ શહેરોમાં લાગુ પડાયું 
  • ONDC ઈ કોમર્સ પ્લેટફોર્મ 
  • નાના કારોબારીઓ તેમનો ધંધો-વ્યવસાય દૂરના વિસ્તારમાં લઈ જઈ શકશે 

નાના મોટો ઉદ્યોગ ધંધો કરનાર કારોબારીઓ માટે એક સારા સમાચાર છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઈ કોમર્સ પ્લેટફોર્મ ONDCને દેશના બીજા શહેરોમાં લાગુ પાડવાની વાત કરી છે. 

5 શહેરો બાદ બીજા શહેરોમાં લાગુ પડાશે ONDC પ્લેટફોર્મ
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, ઓએનડીસીનો વિસ્તાર ધીમે-ધીમે કરવામાં આવશે. આ રીતે આપણે શોધી કાઢીશું કે તેનો ઉપયોગ કરવો કેટલો સરળ છે, ડેટા એકત્રિત કરવા માટે આપણે કેવા પ્રકારની ક્ષમતાની જરૂર છે અને આખી પ્રક્રિયાને કેવી રીતે સંચાલિત કરવી. આ દિશામાં હજુ પણ કામ ચાલી રહ્યું છે. પીયૂષ ગોયલે કહ્યું, "ઓએનડીસી ડિજિટલ વાણિજ્ય જગતનું લોકતાંત્રિકકરણ કરવાનું છે. તે ઘણા સ્ટાર્ટઅપ્સ તરફ દોરી શકે છે જે તકનીકીને ભારતના દૂરના ખૂણા સુધી લઈ જઈ શકે છે. 

નાના કારોબારીઓને મદદ મળશે 

ONDC પ્લેટફોર્મ શરુ કરવાનો હેતુ બે મોટી ઈ કોમર્સ કંપનીઓના વર્ચસ્વને ખતમ કરવાનો છે. દેશના અડધો કરતા પણ વધારે ઈ કોમર્સ વેપાર પર આ બે મોટી કંપનીઓનો દબદબો છે અને તેમનું વર્ચસ્વ ખતમ કરીને નાના કારોબારીઓને સહાય કરવાનો હેતુ છે. મોટા કારોબારીઓ હટી જાય તો નાના કારોબારીઓ તેમનો માલ વેચી શકે અને તેમને મદદ મળી રહે. 

ONDC પ્લેટફોર્મ શું છે 
હવે ONDC પ્લેટફોર્મ શું છે તેની વાત કરીએ. કેન્દ્ર સરકારે નવા પ્રકારનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)ની પહેલ છે. ઓએનડીસીનો પાયલોટ તબક્કો એપ્રિલમાં દેશના 5 શહેરોમાં શરૂ કરવામાં આવ્યો હતો, જે અત્યાર સુધી સફળ રહ્યો છે. ખરેખર, ઓએનડીસી એ યુપીઆઈ-પ્રકારનો પ્રોટોકોલ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ ઝડપથી વિકસતા ઇ-કોમર્સ ક્ષેત્રને દૂર-સુદૂરના વિસ્તારોમાં લઈ જવાનો છે. આ ઉપરાંત હેતુ નાના રિટેલરોને વિશાળ ઓનલાઇન રિટેલરોનું વર્ચસ્વ ઘટાડવામાં મદદ કરવાનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ