બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / On the last day of the week the stock market crashed Sensex fell by 223 points

મંદી / સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 223 પોઈન્ટ તૂટયો, આ રોકાણકારોના નાણા ડૂબ્યાં

Kishor

Last Updated: 09:45 AM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજાર માંદી જોવા મળી હતી.BSE સેંસેક્સ અંદાજે 100 અંકોના ઘટાડા સાથે 62,750ની સપાટી પર અટક્યો હતો.

  • સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજાર માંદી
  • સેંસેક્સ અંદાજે 100 અંકોનો ઘટાડો
  • નિફ્ટી પણ 15 અંકોના ઘટાડો

થોડા સમયની તેજી બાદ બે દિવસમાં શેરબજારમાં કડાકો નોંધાઈ રહ્યો છે, સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજાર માંદી જોવા મળી હતી. બે દિવસની તેજી પર બ્રેક બાદ શેર બજારમાં ફરી રોનક જોવા મળી હતી જોકે રોકાણકારોની આ ખુશી વધુ સમય સુધી ટકી ન હતી. સવારે તેજી આવ્યા બાદ IT, FMCG અને PSU બેંકિંગ શેરમાં ખુબ જ મોટું ગાબડું પડ્યું હતું. આ ઘટાડાની અસર સમગ્ર સ્ટોક માર્કેટમાં વર્તાઇ અને ટોચના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અંતે BSE સેંસેક્સ અંદાજે 100 અંકોના ઘટાડા સાથે 62,750ની નીચે જતો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી પણ 15 અંકોના ઘટાડા સાથે 18,600 પર રહ્યો હતો.

Tag | VTV Gujarati

બજાજ હિન્દ માં 7 ટકાનો વધારો

શેરબજારમાં આવેલા ઘટાડામાં સૌથી વધુ અસર IT, FMCG અને સરકારી બેંકોના શેરમાં જોવા મળી હતી. આ સેક્ટરના શેરમાં ઘટાડો થતાં જ માર્ટેક નરમ પડ્યું હતું. નિફ્ટીમાં ઇંડસઇંડ બેંકના શેર ટોપ ગેનર છે. જ્યારે HULના શેર ટોપ લૂઝર રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે BSE સેંસેક્સ 294 અંક તૂટીને 62,848 પર બંધ રહ્યો હતો. મંદીના માહોલ વચ્ચે પણ જે શેરમાં વધારો જોવા મળ્યો તેની વાત કરીએ તો બજાજ હિન્દ માં 7 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તો Sakthi Sugar માં 5 ટકા અને રાણા સુગરમાં 4.40 ટકા, KCP SUGAR 3.90 ટકાએ નોંધાયા હતા.

બીજી બાજુ સોના-ચાંદીની બજાર પર નજર કરીએ તો બુલિયનમાં તેજ રિકવરીને કારણે સોનામાં 80 ડોલર વધીને 1980 ડોલર સુધી પહોંચ્યો છે. જ્યારે ચાંદી 24.40 ડોલર રહ્યો હતો તેમાં પણ બે ટકાનો વધારો રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ