બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / On the day of Janmashtami, US President Joe Biden will come to India, will participate in the G-20 conference

દિલ્હી / જન્માષ્ટમીના દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન આવશે ભારત, ચાર દિવસીય પ્રવાસમાં G-20 સંમેલનમાં થશે સામેલ

Vishal Khamar

Last Updated: 11:54 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે આગામી તા. 7 થી 10 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે. તમને જણાવી દઈએ કે આ વખતે જી-20 સંમેલન ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે.

  • અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન આવતા મહિને આવશે ભારત
  • જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે 7 થી 10 ભારતની મુલાકાતે આવશે
  • વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને માહિતી આપી

અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે આગામી તા. 7 થી 10 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે.  ત્યારે ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને 22 ઓગસ્ટ 2023 ને મંગળવારે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે આ વખતે જી-20 સંમેલન ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિ બાઈડને ભારતમાં રહીને કરશે દ્વિપક્ષીય બેઠકઃ સુલિવન
વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને મંગળવારે જણાવ્યું હતું કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન 20 દેશોનાં સમૂહ જી-20 નાં સંમેલનમાં ભાગ લેવા માટે તા. 7 થી 10 સપ્ટેમ્બર સુધી ભારત આવશે. તેમજ વધુમાં સુલિવને કહ્યું હતું કે, બાઈડન ભારતમાં રહીને જ દ્વિપક્ષીય પેઠક કરશે. પરંતું તેઓએ આ બેઠક બાબતે વધુ વિગત આપી ન હતી. 

આવતા મહિને સપ્ટેમ્બરમાં યોજાશે જી-20 સંમેલન
જી-20 સંમેલન આવતા મહિને સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાવાની છે.  જી-20 અથવા ગ્રુપ ઓફ ટ્વેન્ટી દુનિયાની 20 મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું એક મંચ છે. જેને તે આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટે મુખ્યમંચ બનાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ