બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Omicron ordeal in this country, hospital beds missing, war-based work in Penny Bay

મહામારી / આ દેશમાં ઓમિક્રોનનું તાંડવ, હોસ્પિટલમાં ખાટલા ખૂટી ગયા, પેનીની ખાડીમાં યુદ્ધના ધોરણે કામ

Mehul

Last Updated: 11:43 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોંગકોંગ હાલ કોરોનાની 5મી ભયાનક લહેરનો સામનો કરી રહ્યું છે. હોસ્પિટલોમાં બેડ મળતા નથી, લોકો ખુલ્લામાં સારવાર લઈ રહ્યા છે, 20 હજાર નવા આઈલોસેશન સેન્ટર માટે ચીને આગળ આવ્યું.

  • હોંગકોંગમાં ઓમિક્રોને મૂકી માઝા 
  • કોરોનાની પાંચમી લહેર નો સામનો 
  • 11 હોસ્પીટલના બેડ હાઉસ ફૂલ 

આપણા દેશમાં કોરોનાએ બીજી લહેર દરમિયાના ભારે તબાહી મચાવી હતી. અને જે ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી તેનાથી આપણે સૌ વાકેફ છીએ. જો કે હવે આપણા દેશમાં કોરોનાની રફ્તાર  ખૂબ ધીમી પડી ગઈ છે.. પરંતુ આ બધા વચ્ચે હોંગકોંગમાં ઓમિક્રોનના કેસોએ ચિંતા વધારી દીધી છે.  હોંગકોંગ હાલ કોરોનાની 5મી ભયાનક લહેરનો સામનો કરી રહ્યું છે. હોસ્પિટલોમાં બેડ મળતા નથી, લોકો ખુલ્લામાં સારવાર લઈ રહ્યા છે સ્થિતિ એટલી હદે વણસી છે કે, 20 હજાર નવા આઈલોસેશન સેન્ટર ઊભા કરવા અહીં ચીને કવાયત હાથ ધરવી પડી છે.

હોંગકોંગ હાલ મહામારીના સૌથી ભયાવહ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.. આ મહિને જ દૈનિક સંક્રમણના કેસોમાં 70 ગણો વધારો નોંધાયો છે. ચીનના અનેક શહેરોમાં હોંગકોંગથી આવનારા નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. દર્દીઓની સંખ્યા સતત વધવાના કારણે કેરિટસ મેડિકલ સેન્ટર પરિસરમાં હોસ્પિટલ બહાર પણ દર્દીનોના બેડ મૂકવા પડ્યા છે... એટલે કે ખુલ્લામાં જ કોવિડ પેશન્ટનો ઉપચાર કરવાની ફરજ પડી છે. .હોંગકોંગમાં લગભગ 11 સરકારી હોસ્પિટલો છે એ તમામ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે...સાથે જ ઈમર્જન્સી સર્વિસ પણ હાઇ એલર્ટ પર મૂકી દેવાઈ છે.  ચાઇનીઝ સરકારે પણ પોતાની એજન્સીઓ અને પડોશી ગ્વાંગડો પ્રાંતમાં એન્ટીજન ટેસ્ટ, વિશેષ સારવાર અને દવાના પુરવઠા સહિત અનેક રીતે હોંગકોંગને મદદ કરવાનું વચન આપ્યું છે. 

માત્ર દવાનો પુરવઠો જ નહીં પરંતુ હોંગકોંગમાં ચીને પોતાના સ્ટેટ કંટ્રક્શન ઈન્ટરનેશલ હોલ્ડિંગ દ્વારા નવા આઇસોલેશન સેન્ટર બનાવવાનું કામ પૂર જોશમાં શરૂ કરી દીધું છે....આ માટે ચીનના હજારો કર્મચારીઓ રાત દિવસ પેનીની ખાડીમાં નવા આઈસોલેશન સેન્ટર ઊભા કરવા માટે કામે લાગી ગયા છે. ચીન દ્વારા અહીં દસ હજાર જેટલા આઈસોલેશન સેન્ટર બનાવવાની યોજના છે. આપણને જણાવી દઈએ કે, પેનીની ખાડીમાં પહેલા પણ આઈસોલેશન સેન્ટર ઊભા કરવામાં આવેલા હતા. પરંતુ હવે દરરોજ ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો હોવાથી નવા આઈસોલેશન સેન્ટર ઊભા કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત અન્ય ત્રણ હોટલમાં પણ 20હજાર નવા બેડ ઊભા  કરવાની યોજના ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ