બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / omicron lockdown in china and norway first death in britain

ટૅન્શન / ઓમિક્રોનનો આતંક વધ્યો! આ દેશોમાં ફરી લાગૂ થયું લૉકડાઉન, જાણી લો યાદી

Kavan

Last Updated: 02:48 PM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના ઘણા દેશોમાં હવે કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો તોળાઈ રહ્યો છે અને હવે લોકોમાં તેના વિશેનો ડર પણ વધી રહ્યો છે.

  • ઓમિક્રોનનો આતંક વધ્યો! 
  • અનેક દેશોમાં ફરી લાગૂ થયું લૉકડાઉન, 
  • બ્રિટનમાં એક શખ્સનું ઓમિક્રોનથી થયું છે મોત

બ્રિટનમાં કોરોનાના ઝડપથી ફેલાતા નવા પ્રકાર ઓમિક્રોનથી સોમવારે પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર જોવા મળેલા આ નવા પ્રકારનું સંક્રમણ હવે ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેને જોતા ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં લોકડાઉન લાગુ કરવાની વાત થઈ રહી છે.

cmc vellore to start study on efficacy of coronavirus vaccine booster dose covid 19

નોર્વેની સરકારે આંશિક લૉકડાઉન લાદવાનો લીધો નિર્ણય 

તે જ સમયે, આ દરમિયાન, નોર્વેની સરકારે પણ તેના દેશમાં આંશિક લોકડાઉન લાદી દીધું છે. ભારત સહિત અન્ય દેશોની સાથે હવે પાકિસ્તાનમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે.

બ્રિટનમાં કોરોના સામેના જંગમાં સખતાઈ વધી

એજન્સીના અહેવાલ મુજબ, યુનાઇટેડ કિંગડમમાં 27 નવેમ્બરના રોજ પ્રથમ ઓમિક્રોન કેસ મળી આવ્યો હતો. જે બાદ વડાપ્રધાન બોરિસ જોન્સને દેશમાં કડક નિયંત્રણો લાદી દીધા હતા. હવે ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, તેમણે રવિવારે (12 ડિસેમ્બર) કહ્યું કે દેશમાં ત્રીજી તરંગની સંભાવના છે. બ્રિટનનું કહેવું છે કે મહિનાના અંત સુધીમાં જો પગલાં લેવામાં નહીં આવે તો ઓમિક્રોન 10 લાખ લોકોને સંક્રમિત કરી શકે છે.

નોર્વેમાં આંશિક લોકડાઉન છે

એજન્સીના અહેવાલ મુજબ, નોર્વેમાં ઓમિક્રોન સંક્રમણના વધતા જતા કેસોને કારણે આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. નોર્વેના વડા પ્રધાને કહ્યું કે ઓમિક્રોનને કારણે વધુ કડક નિયમોની જરૂર છે. અહીં બાર, રેસ્ટોરાં, જીમ બંધ કરી દેવામાં આવ્યા છે અને દેશભરમાં કડક COVID-19 નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીમાં નવા કેસ દરરોજ 300,000 સુધી પહોંચી શકે તેવી આશંકા છે.

નોર્વેના વડાપ્રધાને કહ્યું-નિયમો બની શકે છે વધુ કડક

નોર્વેના વડા પ્રધાન જોનાસ ગેહર સ્ટોએરે કહ્યું કે નોર્વે પ્રતિબંધોને વધુ કડક બનાવશે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ પર કાબુ મેળવવા માટે રસીકરણને વધુ સઘન બનાવવામાં આવશે. તેણે જીમ અને સ્વિમિંગ પુલ બંધ કરવાની અને શાળાઓમાં કડક નિયમો ઉપરાંત અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. વડાપ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઘણા લોકો માટે તે લોકડાઉન જેવું લાગશે. લોકોના જીવન અને તેમની આજીવિકા માટે કડકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઝેજિયાંગ, ચીનમાં લોકડાઉન

ચીનના ઝેજિયાંગ વિસ્તારમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. અહીં એક ડઝનથી વધુ લિસ્ટેડ કંપનીઓએ ઉત્પાદન બંધ કરી દીધું છે. 6 થી 12 ડિસેમ્બરની વચ્ચે ઝેજિયાંગમાં કોરોનાના 173 કેસ મળી આવ્યા છે, જે તમામ સ્થાનિક રીતે સંક્રમિત છે. સોમવારે જ ચીનમાં સ્થાનિક ચેપના કુલ 80 નવા કેસ મળી આવ્યા છે. તેમાંથી 74 માત્ર ઝેજિયાંગના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ