આવતીકાલે પ્રધાનમંત્રી મોદી જુની સંસદથી નવી સંસદ સુધી હાથમાં બંધારણની કોપી લઈને પગપાળા જશે અને તેમની પાછળ તમામ સાંસદો ચાલશે.
આવતીકાલે નવી સંસદમાં વિશેષ સત્ર શરુ થશે
પીએમ મોદી જુની સંસદથી નવી સંસદ સુધી પગપાળા ચાલશે
હાથમાં રાખશે બંધારણની કોપી, પાછળ ચાલશે તમામ સાંસદો
ભારતીય સંસદ માટે આવતીકાલનો વિશેષ ખૂબ મહત્વનો છે. એક તો નવા સંસદ ભવનમાં વિશેષ સત્ર મળી રહ્યું છે અને બીજી તરફ તેની સાથે સાથે બંધારણની કોપી પણ સ્થાપિત કરવામાં આવશે. મંગળવારે નવી સંસદમાં ગૃહના વિશેષ સત્રની કાર્યવાહી થશે. આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. નવી સંસદમાં સાંસદોની એન્ટ્રીને ખાસ બનાવવાની તૈયારી છે. પીએમ મોદી જુની સંસદથી નવી સંસદ સુધી હાથમાં બંધારણની કોપી લઈને પગપાળા ચાલશે અને પાછળ 783 સાંસદો પણ કદમ મિલાવશે.
જુની સંસદથી નવી સંસદ સુધી હાથમાં બંધારણની કોપી લઈને પગપાળા જશે પીએમ મોદી
નવી સંસદમાં કાર્યવાહી શરૂ થવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. બપોરે 1.15 વાગ્યે લોકસભાની અને 2.15 કલાકે રાજ્યસભાની બેઠક મળશે. સંસદના વિશેષ સત્રના બીજા દિવસે મંગળવારે નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા કામ કરશે. આજે બંને ગૃહોમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે, બંને ગૃહોએ 'બંધારણ સભાથી અત્યાર સુધીની 75 વર્ષની સંસદીય યાત્રા - સિદ્ધિઓ, અનુભવો, યાદો અને પાઠ' વિષય પર ચર્ચા કરી હતી. આ ચર્ચા પૂર્ણ થવા પર રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જાહેરાત કરી હતી કે, આગામી બેઠક નવા સંસદ ભવનમાં થશે. બિરલાએ સોમવારે ગૃહ મુલતવી રાખ્યું હતું અને જાહેરાત કરી હતી કે ગૃહની આગામી બેઠક મંગળવારે બપોરે 1.15 વાગ્યે શરૂ થશે.
તમામ સાંસદોના ગ્રુપ ફોટા લેવાશે
લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ તમામ સભ્યોને જાણકારી આપતા કહ્યું કે, મંગળવારે સવારે 11 વાગ્જૂયે ની સંસદની સામે તમામ સભ્યોનો ગ્રુપ ફોટો લેવામાં આવશે. રાજ્યસભામાં એક બુલેટિન પણ જારી કરવામાં આવ્યું હતું. મંગળવારે (19 સપ્ટેમ્બર) સવારે 9.30 વાગ્યાથી સંસદ ભવનના ગેટ નંબર 1 અને સેન્ટ્રલ હોલની વચ્ચે કોર્ટયાર્ડ 1 (આંગણા)માં રાજ્યસભા અને લોકસભાના સભ્યોના સંયુક્ત ફોટોગ્રાફ્સ લેવામાં આવશે. સાથે જ રાજ્યસભાના સભ્યોના સંયુક્ત ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવશે.