બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Offline maps in google maps, OK Maps feature will be incredibly useful for you

તમારા કામનું / રાહ આસાન.! રસ્તો નહીં ભટકવા દે Google Mapsનું આ ધાકડ ફીચર, ઉપયોગ કરવાની રીત પણ જાણી લો

Vaidehi

Last Updated: 07:29 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ મેપ્સમાં એક એવું ફીચર છુપાયેલું છે જે તમને કોઈપણ પરિસ્થિતિમાં રસ્તો ભટકવા નહીં દે. જલ્દીથી આ ફીચરને કઈરીતે ઉપયોગમાં લેવું તે જાણી લો.

  • ગૂગલ મેપ્સમાં છુપાયેલું છે એક ફીચર
  • ઈન્ટરનેટનાં ઉપયોગ વગર પણ જોઈ શકશો મેપ્સ
  • માત્ર એક સ્ટેપથી કરી શકશો આ ફીચરનો ઉપયોગ

આજનાં સમયમાં મોટાભાગનાં લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને હવે તો ઘણાં લોકો ગૂગલ મેપ્સનો ઉપયોગ રસ્તાઓ શોધવા કરતાં હોય છે. ગૂગલ મેપ્સનાં એપનો ઉપયોગ કરીને તમે કોઈપણ જગ્યાએ સરળતાથી પહોંચી શકો છો. પરંતુ તમે નોટિસ કર્યું હશે કે જ્યારે તમારા ફોનમાં ઈન્ટરનેટ ડાઉન જાય ત્યારે ગૂગલ મેપ્સ કામ કરવાનું બંધ કરી દે છે પરિણામે તમે રસ્તો શોધવામાં મૂંજાઈ જાઓ છો. પરંતુ આ ફીચર તમારી આ સમસ્યાનું પણ સમાધાન લઈને આવ્યું છે.

ઈન્ટરનેટ બંધ થયા બાદ પણ ચાલશે ગૂગલ મેપ્સ
જ્યારે તમે નેટવર્ક કવરેજથી બહાર હોય અથવા તો ઈંટરનેટ પૂરું થઈ ગયું હોય તો પણ તમે આ ફીચરની મદદથી સાચા લોકેશન પર પહોંચી શકશો.  આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે પોતાના ગૂગલ મેપ્સનાં સર્ચબારમાં જઈને ઓકે મેપ્સ સર્ચ કરવાનું છે જે બાદ તમારી સામે મેપ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે. તે ડાઉનલોડ કર્યાં બાદ તમે ઓફલાઈન હોવા છતાં પણ તેનો ઉપયોગ કરી શકશો.

OkMaps ફીચર
આ હીડન ફીચરને એક્ટિવેટ કરવા માટે તમારે ગૂગલ મેપ્સની એપમાં જવાનું રહેશે. જ્યારે તમે તેના સર્ચ બટનમાં ઓકેમેપ્સ લખશો ત્યારે તે સમયે જે મેપ તમે સર્ચ કરેલ હશે તે ઓટોમેટિકલી તમારા ડિવાઈસમાં ઓફલાઈન ડાઉનલોડ થઈ જશે. અને માત્ર 10 સેકન્ડમાં જ તમને આ સુવિધા મળી જશે. તમે આ સેવ કરેલા મેપને ઝૂમ ઈન આઉટ પણ કરી શકશો. સ્ક્રીનશૉટ પણ લઈ શકશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ