બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ODI World Cup 2023 'There is no guarantee of anyone's selection in Team India', Rohit Sharma's clarification

ક્રિકેટ / 'ટીમ ઇન્ડિયામાં કોઇના પણ સિલેક્શનની ગેરંટી નહીં', ખેલાડીઓની પસંદગીને લઇ રોહિત શર્માની સ્પષ્ટતા

Megha

Last Updated: 09:49 AM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI World Cup Team India: 'ODI વર્લ્ડ કપના પ્લેઇંગ 11માં કોઇના પણ સિલેક્શનની ગેરંટી નથી. આ વિશે એશિયા કપમાં પ્રદર્શન બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. ' - રોહિત શર્મા

  • ટીમ ઈન્ડિયા હાલ ખેલાડીઓને લઈને ઘણા પ્રયોગો કરી રહી છે 
  • એશિયા કપમાં ખેલાડીઓને પ્રદર્શન બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે
  • કોઇના પણ સિલેક્શનની ગેરંટી નહીં: રોહિત

ODI World Cup Team India: ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર છે અને ત્યાં ટીમમાં ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટથી લઈને ODI અને T20 સુધી દરેક ફોર્મેટમાં ટીમ પર પ્રયોગો કરવામાં આવ્યા હતા. ટેસ્ટ, ટી-20માં તો ઠીક પણ વન-ડેમાં થયેલા પ્રયોગો હાલ મહત્વપૂર્ણ છે. કારણ કે આ મહિનામાં ભારતે એશિયા કપ અને ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે. 

એશિયા કપમાં ખેલાડીઓને પ્રદર્શન બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે
ખેલાડીઓ પર કરવામાં આવેલ આ પ્રયોગો દ્વારા ટીમ ઈન્ડિયા કેટલાક સવાલોના જવાબ શોધી રહી હતી. આ કારણે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝમાં જોવા મળ્યા ન હતા અને એમની જગ્યા પર અન્ય ખેલાડીઓને તક આપવામાં આવી હતી. જોકે, આ પ્રયોગો છતાં ભારતીય ટીમ મેનેજમેન્ટ કેટલાક સવાલોના જવાબ મેળવી શક્યું નથી. એટલા માટે રોહિત શર્માએ કહ્યું છે કે ટીમમાં કોઈ પણ ખેલાડીની પસંદગી ઓટોમેટિક નથી. એશિયા કપમાં પણ પ્રેશર મેચોમાં ખેલાડીઓના પ્રદર્શનની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

યુવરાજ સિંહ પછી નંબર 4 પર કોઈ બેટ્સમેન સેટ થઈ શક્યો નથી
એશિયા કપ પહેલા આરામ કરી રહેલા રોહિત શર્માએ વાતચીત દરમિયાન ટીમની તૈયારીઓ, વર્લ્ડ કપ અને એશિયા કપ માટે પસંદગી જએવા વિષયો પર વાત કરી હતી. ખાસ કરીને નંબર 4 પર કાયમી બેટ્સમેન ન મળવાના સવાલ પર તેણે કહ્યું, “જુઓ, એ સાચું છે કે નંબર 4 લાંબા સમયથી અમારા માટે સમસ્યા છે. યુવરાજ સિંહ પછી આ નંબર પર કોઈ બેટ્સમેન સેટ થઈ શક્યો નથી પણ શ્રેયસ અય્યર લાંબા સમયથી ચોથા નંબર પર સારી બેટિંગ કરી રહ્યો છે. હાલ તેની અને કેટલાક ખેલાડીઓની ઈજાના કારણે ટીમ મુશ્કેલીનો સામનો કરી રહી છે.

કોઇના પણ સિલેક્શનની ગેરંટી નહીં: રોહિત
ભારતીય કેપ્ટને કહ્યું, “અમે ટીમમાં નક્કી કર્યું છે કે કોઈના સિલેક્શનની ગેરંટી નથી. કેટલાક ખેલાડીઓ ચોક્કસપણે જાણે છે કે તેઓ રમશે. વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ વનડે રમવી સારી હતી. આ સાથે અમે કેટલાક ખેલાડીઓને જોઈ અને ટેસ્ટ કરી શક્યા. એશિયા કપમાં પણ અમે સારી ટીમો સામે ટકરાશું. દરેક વ્યક્તિએ પોતાની જગ્યા માટે લડવું પડશે, પછી તે ટોપ ઓર્ડર હોય કે લોઅર ઓર્ડર. દબાણમાં પ્રદર્શન કરવું પડશે નહીંતર ટીમમાં રહેવું સરળ નહીં હોય.' 

કેએલ રાહુલ-શ્રેયસ અય્યર ફિટ નહીં હોય તો ટીમમાં પ્રયોગો થશે
વર્લ્ડ કપના ઠીક પહેલા 30 ઓગસ્ટથી એશિયા કપ 2023આયોજિત થવાનો છે. રોહિતના કહેવા પ્રમાણે, “શ્રેયસ અને કેએલ ચાર મહિનાથી કંઈ રમી રહ્યા નથી. થોડા દિવસોમાં સિલેક્શન મિટિંગ  યોજાશે. અમે શું કરી શકીએ તે અંગે બેઠકમાં ચર્ચા થશે.અમે જોઈશું કે વર્લ્ડ કપમાં જવા માટે અમારા માટે યોગ્ય સંયોજન શું છે. પરંતુ તે પહેલા એશિયા કપ છે. ' એટલે કે, રોહિતે સ્પષ્ટ કર્યું કે જો કેએલ રાહુલ-શ્રેયસ અય્યર ફિટ નહીં હોય તો ટીમમાં પ્રયોગો થશે અને આ વખતે જે દબાણ હેઠળ પ્રદર્શન નહીં કરે તેનું ટીમમાંથી પત્તું કપાશે તે નિશ્ચિત છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ