બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / nyoma airfield in ladakh rajnath singh to lay foundation stone

વાયુસેના / ચીનને એક બાદ એક ઝટકા: લદ્દાખમાં દુનિયાનું સૌથી ઊંચું એરફીલ્ડ બનાવશે ભારત, બોર્ડરથી માત્ર 50 કિમી દૂર

Arohi

Last Updated: 12:24 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nyoma Airfield In Ladakh: BRO પૂર્વી લદ્દાખના વ્યૂહાત્મક ન્યોમા બેલ્ટમાં આ એરફીલ્ડનું નિર્માણ કરશે. આ દુનિયાનું સૌથી ઉંચું એરફીલ્ડ હશે. આ વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

  • લદ્દાખમાં બનશે દુનિયાનું સૌથી ઉંચું એરફીલ્ડ
  • બોર્ડરથી માત્ર 50 કિમી દૂર
  • ચીનને એક બાદ એક મોટા ઝટકા

રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે જમ્મૂ કાશ્મીર પ્રવાસ પર છે. અહીં તે 2491 કરોડની 90 પરિયોજનાઓનું ઉદ્ધાટન કરશે. રાજનાથ સિંહ સાંબામાં 422.9 મીટર લાંબા દેવક બ્રિઝનું ઉદ્ધાટન કરશે. અહીંથી તે 89 પ્રોજેક્ટ્સનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ કરશે. 

તેમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર બનવા જઈ રહેલા ન્યોમા એરફીલ્ડ પણ શામેલ છે. 218 કરોડના ખર્ચે બની રહેલા આ એરફીલ્ડથી ફાઈટર જેટ ઉડાન ભરી શકાશે અને ઉતરી શકશે. ખાસ વાત એ છે કે આ એરફીલ્ડ LACથી ફક્ત 50 કિમી દૂર છે. 

લદ્દાખમાં સૌથી ઉંચા એરફીલ્ડનું નિર્માણ
BRO પૂર્વી લદ્દાખના વ્યૂહાત્મક ન્યોમા બેલ્ડનાં આ એરફીલ્ડનું નિર્માણ કરશે. આ દુનિયાનું સૌથી ઉંચુ એરફીલ્ડ હશે. તેના માટે 218 કરોડ રૂપિયા અંદાજે ખર્ચ આવી શકે છે. આ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. 

કારણ કે તેને બનાવવાથી LACના નજીક સુધી ફાઈટર ઓપરેશન થઈ શકશે. તેની સાથે જ આ લદ્દાખમાં ત્રીજુ ફાઈટર એરબેસ હશે. તેના પહેલા લેહ અને થોઈસમાં એરબેસ છે. 

વાયુસેના થશે મજબૂત 
રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાંબાથી વીડિયો કેન્ફરન્સિંગ દ્વારા એક ફિલ્ડની આધારશિલા મુકશે. હાલ ન્યોમા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડનો ઉપયોગ 2020થી ચીનની સાથે ચાલી રહેલી ગતિવિધિ વખતે જવાનો અને અન્ય સામાનને પહોંચવા માટે કરવામાં આવી રહ્યો છે. અહીંથી ચિનુક હેવી-લિફ્ટ હેલિકોપ્ટ અને સી-130જે વિમાન પણ ઉડાન ભરી શકશે. 

અહીંથી આવા એરફીલ્ડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં લડાકુ વિમાન પણ ઉતારી શકાય. આ એરફિલ્ડના બન્યા બાદ લદ્દાખમાં હવાઈ પાયાના ઢાંચાને ખૂબ પ્રોત્સાહન મળશે અને આપણી ઉત્તરી સીમાઓ પર વાયુસેનાની ક્ષમતામાં વૃદ્ધિ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ