બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Now the most expensive war series ever will be made on Mahabharata, the fans got excited

મનોરંજન / હવે મહાભારત પર બનશે અત્યાર સુધીની સૌથી મોંઘી વૉર સીરિઝ, નામ સાંભળતા જ ફેન્સ થયા આતુર

Megha

Last Updated: 03:53 PM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાકાવ્ય 'મહાભારત'ને મધુ મંટેના, માઇથોવર્સ સ્ટુડિયો અને અલ્લુ એન્ટરટેઈનમેન્ટ પ્રોડ્યુસ કરશે. આ સીરિઝમાં કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધને બતાવવામાં આવશે.

  • મહાકાવ્ય 'મહાભારત'(Mahabharata) પર બનશે વોર સીરિઝ 
  • દરેક લોકો જાણે છે કે શું છે કહાની 
  • સીરિઝમાં કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધને બતાવવામાં આવશે

ડીઝની+ હોટસ્ટાર (Disney+ Hotstar) દ્વારા શુક્રવારે યુ.એસ.માં ચાલી રહેલા D23 એક્સપોમાં કેટલાક ખાસ ઇંડિયન પ્રોજેક્ટ્સની અનાઉસમેન્ટ કરી હતી જેમાં મહાકાવ્ય 'મહાભારત'(Mahabharata) પર બનવા જઈ રહેલ સીરિઝની સાથે સાથે 'કોફી વિથ કરણ' સીઝન 8 અને શોટાઈમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે મહાકાવ્ય 'મહાભારત'ને મધુ મંટેના, માઇથોવર્સ સ્ટુડિયો અને અલ્લુ એન્ટરટેઈનમેન્ટ પ્રોડ્યુસ કરશે. આ સીરિઝમાં કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધને બતાવવામાં આવશે. 

દરેક લોકો જાણે છે કે શું છે કહાની 
યુ.એસ.માં ચાલી રહેલા D23 એક્સપોમાં જણાવવામાં આવ્યું હતું- 'એક અબજથી વધુ લોકો છે જેઓ આ વાર્તાને અલગ અલગ પહેલુંથી જાણે છે. આપણા દેશના મોટાભાગના લોકોએ દાદા-દાદી પાસેથી મહાભારતની આ વાર્તા સાંભળી હશે પણ ઘણા લોકો આ કહાનીને નથી જાણતા અને તેઓ એ વાતથી અજાણ્યા છે કે તેઓ શું ખોઈ રહ્યા છે. જો આવતા વર્ષે આ અતુલ્ય વાર્તાને દર્શકો સામે અમે લાવી શક્યા તો એ અમારા માટે સૌભાગ્યની વાત હશે. 

બીઆર ચોપડાની મહાભારતે દિલ જીત્યું હતું
જણાવી દઈએ કે આ પહેલા પણ 'મહાભારત'નું યુદ્ધ ઘણી વખત સ્ક્રીન પર બતાવવામાં આવી ગયું છે. બીઆર ચોપડાએ વર્ષ 1988માં ટીવી માટે 'મહાભારત' સીરિયલ બનાવી હતી અને આ સિરિયલ દર્શકોને ઘણી પસંદ આવી હતી. એક સમયે 'મહાભારત' દૂરદર્શનનો સૌથી હિટ શો હતો. બીઆર ચોપડા સિવાય સિદ્ધાર્થ કુમાર તિવારીએ પણ વર્ષ 2013માં ટીવી માટે મહાભારત સિરિયલ બનાવી હતી. હવે જોવાનું એ રહ્યું કે આવતા વર્ષે રિલીઝ થનારી 'મહાભારત' સિરીઝ લોકોનું કેટલું અને કેવી રીતે દિલ જીતશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ