બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Budget / Now such mobile phones will become cheap: Jasarkar's big decision a day before the budget

BIG NEWS / હવે આવા મોબાઈલ ફોન થઈ જશે સસ્તાં: બજેટના એક દિવસ પહેલા જ મોદી સરકારનો મોટો નિર્ણય

Priyakant

Last Updated: 11:13 AM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budget 2024 Latest News: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે ગુરુવારે 1લી ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે

  • કેન્દ્ર સરકારે બજેટ પહેલા મોટી જાહેરાત, હવે આવા મોબાઈલ ફોન થઈ જશે સસ્તાં 
  • મોબાઈલ ફોન બનાવવામાં વપરાતી વસ્તુઓની આયાત પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડાઈ 
  • આ નિર્ણયથી એપલ જેવી કંપનીઓને ફાયદો થઈ શકે છે અને નિકાસ પણ વધી શકે 

Budget 2024 : કેન્દ્ર સરકારે બજેટ પહેલા મોટી જાહેરાત કરી છે. વાત જાણે એમ છે કે, મોબાઈલ ફોન બનાવવામાં વપરાતી વસ્તુઓની આયાત પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર હવે તેની આયાત પર 10 ટકા ડ્યૂટી લગાવવામાં આવશે. અગાઉ તેના પર 15 ટકા ડ્યૂટી ચૂકવવી પડતી હતી, એટલે કે ડ્યૂટીમાં 33 ટકાથી વધુનો સીધો ઘટાડો થયો છે. આ ઘટકોમાં બેટરી એન્ક્લોઝર, પ્રાથમિક લેન્સ, પાછળના કવર તેમજ પ્લાસ્ટિક અને મેટલના બનેલા ઘણા યાંત્રિક ઘટકોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે ગુરુવારે 1લી ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે.

જાણો કેવી કંપનીને થશે ફાયદો ? 
કેન્દ્ર સરકાર દ્વારા આયાત જકાત ઘટાડવાના લીધેલા નિર્ણયથી મોબાઈલ ફોન ક્ષેત્રને ઘણો ફાયદો થશે. આનાથી માત્ર આ ક્ષેત્રને પ્રગતિ કરવામાં મદદ મળશે નહીં પરંતુ વૈશ્વિક બજારમાં સ્પર્ધા પણ વધશે. આ મહિનાની શરૂઆતમાં એક ન્યૂઝ એજન્સી ખુલાસો કર્યો હતો કે, કેન્દ્ર સરકાર પ્રીમિયમ મોબાઈલ ફોન બનાવવા માટે વપરાતી સામગ્રી પર આયાત ડ્યૂટી ઘટાડવાનું વિચારી રહી છે. સરકારના આ નિર્ણયથી એપલ જેવી કંપનીઓને ફાયદો થઈ શકે છે અને નિકાસ પણ વધી શકે છે.

વધુ વાંચો: મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ સત્ર આજથી શરૂ, આવતીકાલે રજૂ કરાશે વચગાળાનું બજેટ

12 ઘટકો પરની ડ્યુટી ઘટાડવાની હિમાયત
એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ મોબાઈલ ઈન્ડસ્ટ્રી લગભગ 12 ઘટકો પરની ડ્યુટી ઘટાડવાની હિમાયત કરી રહી છે જેથી ભારતમાં સ્માર્ટફોન બનાવવાની કિંમત ઘટાડી શકાય. આ સિવાય ચીન અને વિયેતનામ જેવા પાડોશી હરીફ દેશો સામે વધુ સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવાની આ માંગ છે. નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મોબાઈલ ફોનનું ઉત્પાદન વધારવા માટે મોબાઈલ કેમેરા ફોનના કેટલાક ઘટકો પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી હટાવી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ