બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Now Shraddha massacre in Rajasthan, girlfriend was killed and body was cut into pieces

ક્રાઇમ / હવે રાજસ્થાનમાં 'શ્રદ્ધા કાંડ'! પહેલાં પ્રેમિકાની હત્યા, બાદમાં મૃતદેહના ટુકડા અને પછી...., જાણો ગંભીર ગુનાની ખૌફનાક કહાની

Priyakant

Last Updated: 01:52 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક યુવકે તેની પ્રેમિકાને લગ્ન માટે દબાણ કર્યા બાદ નિર્દયતાથી માર માર્યો અને બાદમાં તેના શરીરના ઘણા ટુકડા કરી કૂવામાં ફેંકી દીધા

  • હવે રાજસ્થાનમાં દિલ્હી શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના
  • પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી મૃતદેહના ટુકડા કૂવામાં ફેંકી દીધા
  • પોલીસ આગળ કહ્યું પ્રેમિકા લગ્ન માટે કરતી હતી દબાણ 

દેશમાં એક બાદ એક સ્થળે દિલ્હી શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિગતો મુજબ એક યુવકે તેની પ્રેમિકાને લગ્ન માટે દબાણ કર્યા બાદ નિર્દયતાથી માર માર્યો હતો. જે બાદમાં તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા હતા અને તેને નાગૌર જિલ્લામાં ઘણી જગ્યાએ ફેંકી દીધા હતા. આ કિસ્સો દિલ્હીમાં થયેલા ભયાનક શ્રધ્ધા વાકર હત્યાકાંડની યાદ અપાવે છે.
 
રાજસ્થાનના નાગૌર જિલ્લાની ઘટનાની વિગતો મુજબ મહિલા આરોપી પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એક મીડિયા અહેવાલ મુજબ પીડિતાના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે ગુમ થયાની તપાસ શરૂ કરી અને આરોપી અનુપરામને પકડી લીધો હતી. જે બાદ તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે, તેણે પીડિતાના શરીરના અંગોને ડેરવા ગામ પાસેના કૂવામાં ફેંકી દીધા હતા. 25 દિવસ વીતી જવા છતાં પણ શરીરના અંગો મળી રહ્યા છે.

મહત્વનું છે કે, આ ઓપરેશન માટે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી અને પીડિતાના શરીરના ભાગો શોધવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પીડિત ગુડ્ડી નાગૌર જિલ્લાના બાલાજી પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાસર ગામની પરિણીત મહિલા હતી. 20 જાન્યુઆરીના રોજ મહિલા તેના સાસરે મુંડાસરમાં જવાનું કહીને ઘરેથી નીકળી હતી.  જોકે, કલાકો બાદ જ્યારે તેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેનો મોબાઈલ ફોન બંધ હતો. લગભગ બે દિવસ પછી પીડિતાના સંબંધીઓ પોલીસ પાસે પહોંચ્યા.

આ તરફ શોધ દરમિયાન 28 જાન્યુઆરીએ પોલીસને નાગૌર શહેરના માલવા રોડ પર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયની પાછળની ઝાડીઓમાં મહિલાના કપડાં, વાળ અને જડબા મળી આવ્યા હતા. આ પછી પોલીસે લાપતા મહિલાના મૃતદેહના ટુકડાઓની ઓળખ કરી. આ પછી પોલીસે હત્યાનો કેસ નોંધીને તેના પ્રેમીની ધરપકડ કરી હતી.  પૂછપરછ દરમિયાન આરોપીએ મૃતકના શરીરના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધાની કબૂલાત કરી હતી. 

મીડિયા અહેવાલ મુજબ આરોપી યુવકે દાવો કર્યો કે, ગુડ્ડીએ તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું અને તેના કારણે તેણે તેની હત્યા કરી. આરોપીએ વધુમાં જણાવ્યું કે, તેની હત્યા કર્યા બાદ તેણે ગુડ્ડીના શરીરના અંગોને ડેરવા ગામમાં કુલ 10 કૂવામાં ફેંકી દીધા હતા. જોકે ઘણા દિવસોની શોધખોળ બાદ પણ પોલીસ લાશને શોધી શકી ન હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે, આરોપી પોલીસને ગેરમાર્ગે દોરતો હતો. આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટ જયપુરમાં કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ