બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Now metro train will reach Gandhinagar in few months, bridge work in final stage, know when trial run

પ્રોજેક્ટ / હવે થોડા જ મહિનામાં મેટ્રો ટ્રેન પહોંચશે ગાંધીનગર, બ્રિજનું કામ અંતિમ ચરણમાં, જાણો ટ્રાયલ રન ક્યારે

Vishal Khamar

Last Updated: 05:23 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેટ્રો કેનેક્ટિવિટીને લઈ ગાંધીનગરવાસીઓ માટે આનંદનાં સમાચારા આવી રહ્યા છે. હાલ ગિફ્ટ સીટી પાસે સાબરમતી નદી પર મેટ્રો બ્રિજનું કામ અંતિમ ચરણમાં છે. ત્યારે ટૂંક સમયમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી થશે.

 

  • મેટ્રો કનેક્ટિવિટીને લઇ ગાંધીનગરવાસીઓ માટે મોટા સમાચાર 
  • મેટ્રો રેલ ફેઝ-2નું ટ્રાયલ એપ્રિલ માસમાં થશે શરૂ 
  • મેટ્રોની રેલિંગ, પાટા અને સિગ્નલના સપ્લાયનું કામ જલ્દી શરૂ કરાશે

 મેટ્રો કનેક્ટિવિટીને લઈ ગાંધીનગરવાસીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે થોડા મહિનામાં મેટ્રો ગાંધીનગર પહોંચશે. મેટ્રે રેલ ફેઝ-2 નું ટ્રાયલ એપ્રિલ માસમાં શરૂ થશે. ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદી પર મેટ્રે બ્રિજનું કામ અંતિમ ચરણમાં છે. સાબરમતી નદી પર બ્રિજનાં 23 માંથી 22 સ્પાન લગાવી દેવાયા છે. બ્રિજનાં સ્પાનની કામગીરી પૂર્ણ થયા બાદ આગળની કામગીરી હાથ ધરાશે. મેટ્રોની રેલિંગ, પાટા અને સિગ્રનલનાં સપ્લાયનું કામ જલ્દી શરૂ કરાશે. 

મેટ્રો રેલ ફેઝ-2નું ટ્રાયલ એપ્રિલ માસમાં થશે શરૂ 
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2 ની કામગીરી હાલ પુર ઝડપે ચાલી રહી છે.  ત્યારે હાલ અમદાવાદથી ગાંધીનગર ગીફ્ટ સિટી સુધીનાં મેટ્રોનાં રૂટની કામગીરી હાલ પ્રગતિમાં છે. એપ્રિલમાં કામગીરી પૂર્ણ કર્યા બાદ ટ્રાયલ કરવામાં આવશે. ત્યારે અમદાવાદથી ગિફ્ટ સીટી સુધી મેટ્રો ટ્રેન દોડતી થતાની સાથે જ અમદાવાદથી ગાંધીનગર જતા લોકોને ખૂબ જ રાહત રહેશે. 

સાબરમતી નદી તેમજ નર્મદા નદી પર પુલો બનાવવાની કામગીરી પૂર્ણ
અમદાવાદ મેટ્રે ફેઝ-2 માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગ સેક્ટર-1 અને ગિફ્ટ સીટીનાં 20 કિ.મી. ની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે. હાલ  સાબરમતી નદી તેમજ નર્મદા નદી ઉપર બે મોટા પુલોની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે.  ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે. નવા વર્ષમાં એપ્રિલ માસમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રે દોડતી થવાની શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ