2022 ચૂંટણી પહેલા અનેક જાણીતા કલાકારોએ કેસરીયો કર્યો છે તેવામાં આજે વધુ એક ગાયક કલાકાર મનહર ઉધાસ ભાજપમાં જોડાશે
જાણીતા ગાયક કલાકાર મનહર ઉધાસ ભાજપમાં જોડાશે
સી.આર પાટીલની હાજરીમાં કેસરીયો પહેરશે મનહર ઉધાસ
આજે સાંજે 4 વાગ્યે કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. તો વળી દિવસેને દિવસે જાણીતી હસ્તીઓ ભાજપનો ખેસ ધારણ કરી રહી છે. તેવામાં સંગીતની દુનિયામાં મોટું નામ ધરાવતા મનહર ઉધાસ હવે કેસરીયો ધારણ કરશે. વિગતો મુજબ આજે સાંજે 4 વાગ્યે મનહર ઉધાસ ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરશે.
જાણીતા ગાયક કલાકાર મનહર ઉધાસ ભાજપમાં જોડાશે
પોતાના ગીત-ગઝલોથી સંગીતની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરનારા મનહર ઉધાસ હવે કેસરિયા કરશે. ચોક્કસ માહિતી મુજબ આજે સાંજે તેઓ ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે.
અગાઉ અનેક કલાકારોએ કેસરીયા કર્યા હતા
17 JUNના રોજ ગાંધીનગર કમલમમાં ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરાવ્યો હતો. જેમાં કેટલાક ગુજરાતી ફિલ્મ કલાકારો ભાજપમાં જોડાયા હતા.. જેમાં રાગી જાની, બિમલ ત્રિવેદી, આંચલ શાહ, સંજયસિંહ ચૌહાણ, પ્રાપ્તિ અજ્વાળીયાએ કેસરીયો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા