બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Not Possible! An island in the world that changes its country every 6 months, the reason is shocking

OMG / ના હોય! વિશ્વનો એક એવો આઇલેન્ડ જે દર 6 મહીને બદલે છે પોતાનો દેશ, કારણ ચોંકાવનારું

Vishal Khamar

Last Updated: 10:24 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ આઈલેન્ડનું નામ ફીઝૈંટ આઇલેન્ડ છે. આ આઈલેન્ડ ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે છે. વર્ષ 1659માં આ આઈલેન્ડને લઈને એક કરાર થયો હતો, જેમ મુજબ 6 મહિના માટે ફ્રાન્સ અને 6 મહિના માટે સ્પેનનું શાસન રહે છે.

  • વર્ષ 1659માં આ આઈલેન્ડને લઈને એક કરાર થયો હતો
  • આ ટાપુને લઈને ફ્રાન્સ અને સ્પેન વચ્ચે ક્યારેય કોઈ યુદ્ધ નથી થયું
  • આ આઈલેન્ડ ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલો છે

એક તરફ દુનિયાભરના દેશો પોતાની સરહદ માટે લડી રહ્યા છે. રશિયા યુક્રેન હોય કે ભારત-ચીન દરેક જગ્યાએ સરહદ વિવાદ ચરમસીમા પર છે. હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સરહદ વિવાદ જોવા મળી રહ્યો છે. ભારતે આ વિવાદના કારણે  એક વખત ચીન સાથે અને બે વખત પાકિસ્તાન સાથે યુદ્ધ પણ કર્યું હતું. યુક્રેન અને રશિયા વચ્ચે આ યુદ્ધ હજુ ચાલી રહ્યું છે. પરંતુ બીજી તરફ આ દુનિયામાં ઘણા એવા આઈલેન્ડ છે જે દર 6 મહિને પોતાનો દેશ બદલે છે. આ કોઈ સ્ટોરી નથી પરંતુ સત્ય છે. આ અનોખા ટાપુ પર 6 મહિના એક દેશનું શાસન રહે છે અને 6 મહિના સુધી બીજો દેશનું શાસન રહે છે.

આ આઈલેન્ડનું નામ શું છે
આ આઈલેન્ડનું નામ ફીઝૈંટ આઇલેન્ડ છે. આ આઈલેન્ડ ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે છે. વર્ષ 1659માં આ આઈલેન્ડને લઈને એક કરાર થયો હતો, જેમ મુજબ  6 મહિના માટે ફ્રાન્સ અને 6 મહિના માટે સ્પેનનું શાસન રહે છે. સૌથી મોટી વાત એ છે કે આ ટાપુને લઈને ફ્રાન્સ અને સ્પેન વચ્ચે ક્યારેય કોઈ યુદ્ધ નથી થયું. ફ્રાન્સ અને સ્પેન આ આઈલેન્ડ પર દર 6 મહિને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે શાસન કરે છે.
શા માટે આ કરાર થયો હતો 
વર્ષ 1659માં ફ્રાન્સ અને સ્પેન વચ્ચે આઈલેન્ડને લઈ કરાર થયો તેને પાયનીસ સંઘિના નામથી  ઓળખવામાં આવે છે. આ આઈલેન્ડ 200 મીટર લાંબો અને લગભગ 40 મીટર પહોળો છે. એક નદી વચ્ચે આ આઈલેન્ડ વર્ષોથી એ મૂંઝવણમાં હતો કે તેના પર કોણ શાસન કરશે. ત્યારબાદ ફ્રાન્સ અને સ્પેને પરસ્પર સહમતિથી આ ટાપુને લઈને એક કરાર કરી અને આ કરારમાં એ વાત પર સહમતિ થઈ કે 6 મહિના સુધી આ ટાપુ ફ્રાન્સ પાસે રહેશે અને 6 મહિના સુધી તેના પર સ્પેનનો કબજો રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ