બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Not only Gujarat Titans in IPL 2024, these two teams will also enter the field with new captains, know who will take charge

ક્રિકેટ / IPL 2024માં ગુજરાત ટાઈટન્સ જ નહીં, આ બે ટીમો પણ નવા કેપ્ટન સાથે ઉતરશે મેદાનમાં, જાણો કોણ સંભાળશે કમાન

Megha

Last Updated: 09:31 AM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની આ સિઝનમાં ઘણી ટીમોના ખેલાડીઓના સ્તરે જ નહીં, ઘણી ટીમોના કેપ્ટનોમાં પણ ફેરફાર થશે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હવે શુભમન ગિલ છે.

  • વર્લ્ડ કપ પૂરો થયો હવે લોકો IPL 2024 ની રાહ જોઈ રહ્યા છે 
  • IPL 2024 માં  ગુજરાત ટાઇટન્સનાનો કેપ્ટન શુભમન ગિલ 
  • KKRમાં કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની વાપસી થઈ શકે છે

વર્લ્ડ કપ પૂરો થયા બાદ હવે આખી દુનિયા IPL જોવા માટે ઉત્સુક છે અને તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે બીસીસીઆઈ મેનેજમેન્ટ શક્ય તેટલી વહેલી તકે આઈપીએલના ઓક્શનનું આયોજન કરી શકે છે. તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટ્રેડ દ્વારા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને તેની ટીમમાં સામેલ કર્યો છે. હાર્દિક પંડ્યા ઉપરાંત કેમેરોન ગ્રીન, રોમારિયો શેફર્ડ જેવા ખેલાડીઓને પણ એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રેડ દ્વારા મોકલવામાં આવ્યા છે.

IPL 2024 માં આ વખતે ઘણી ટીમોના ખેલાડીઓમાં તો બદલાવ જોવા મળશે પણ તેની સાથે ઘણી ટીમોના કેપ્ટન પણ બદલાઈ શકે છે. એ વાત તો જાણીતી જ છે કે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હવે શુભમન ગિલ છે અને ગિલ પહેલી વખત કેપ્ટનશિપ પદ સંભાળશે. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સમાં કેપ્ટન શ્રેયસ અય્યરની વાપસી થઈ શકે છે જ્યારે દિલ્હી કેપિટલ્સની કમાન ઋષભ પંત ફરી સાંભળી શકે છે. 

શ્રેયસની ગેરહાજરીમાં નીતીશ રાણાએ સાંભળી હતી કેપ્ટનશીપ 
KKR ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર ગત સિઝનમાં ફિટ નહોતો એટલા માટે નીતિશ રાણાએ કેપ્ટનશીપ સંભાળી હતી. નીતિશના નેતૃત્વમાં KKR ટીમનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું. KKR એ IPL 2023 સીઝનમાં 14 માંથી 6 મેચ જીતી હતી, અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ કપ્તાની સંભાળનાર નીતીશ રાણાએ 14 મેચમાં 31.77ની એવરેજ અને 140.96ની સ્ટ્રાઈક રેટથી 413 રન બનાવ્યા હતા, જ્યારે 3 વિકેટ પણ લીધી હતી. જ્યારે, શ્રેયસ અય્યરને 2022ની IPL સિઝનમાં 12.25 કરોડ રૂપિયામાં કોલકાતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શ્રેયસે IPL 2022ની 14 મેચોમાં 30.85ની એવરેજ અને 134.56ની સ્ટ્રાઈક રેટથી 401 રન બનાવ્યા હતા. 

વોર્નર 2023માં પંતની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળશે 
ઋષભ પંતે વર્ષ 2021માં પહેલીવાર દિલ્હી કેપિટલ્સની કપ્તાનીની કમાન સંભાળી હતી . વાસ્તવમાં, શ્રેયસ અય્યર, જે તે સિઝનમાં દિલ્હીનો કેપ્ટન હતો, તે ઈજાને કારણે સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ 2022માં પંતને દિલ્હીએ કેપ્ટન તરીકે જાળવી રાખ્યો હતો. પંત 2023 IPL પહેલા જ ઈજાગ્રસ્ત હોવાથી તેની જગ્યાએ ડેવિડ વોર્નરે કેપ્ટનશીપ સંભાળી હતી. વોર્નરે ગત સિઝનમાં 14 મેચમાં 36.86ની એવરેજ અને 131.63ની સ્ટ્રાઈક રેટથી 516 રન બનાવ્યા હતા. 

બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલના આગમન સાથે હવે કૃણાલ પંડ્યાના સ્થાને લખનૌ સુપર જાયન્ટ્સની કપ્તાની કેએલ રાહુલને આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ