બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / No Recession Risk For India, Probability High For Key Economies: Report

બ્લૂમબર્ગનો રિપોર્ટ / ડોલર સામે રુપિયો ભલે 80ને પાર કરી ગયો પણ ભારતમાં મંદીની શક્યતા નહીંવત- અર્થશાસ્ત્રીઓનો દાવો

Hiralal

Last Updated: 04:13 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લૂમબર્ગના સર્વેમાં દાવો કરાયો છે કે દુનિયાના મોટાભાગના દેશોમાં આર્થિક મંદીનું જોખમ હોવા છતાં પણ ભારત પર તેની નહીંવત અસર પડશે.

  • બ્લૂમબર્ગના સર્વેમાં ભારતીય ઈકોનોમીને લઈને મોટો આશાવાદ
  • રિપોર્ટમાં દાવો, ભારતમાં મંદીની શક્યતા નથી 
  • દુનિયાની મોટાભાગની ઈકોનોમી પર મંદીનો ઓછાયો
  • યુરોપમાં સૌથી વધુ 55 ટકા મંદીની શક્યતા 
  • આવતા વર્ષે અમેરિકામાં મંદીની 40 ટકા શક્યતા 

તાજેતરના સર્વેને આધારે અર્થશાસ્ત્રીઓએ જે દાવો કર્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે ભારતમાં હાલમાં મંદીની કોઈ શક્યતા નથી. 
અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે અમેરિકા સહિત એશિયા, યુરોપની ઘણી અર્થવ્યવસ્થાઓમાં મંદીનું જોખમ છે ત્યારે ભારત માટે નહિવત સંભાવનાઓ છે. ભારત આવતા વર્ષે મંદીના ખતરાથી બચી શકે છે.અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ભલે ડોલર સામે રૂપિયો 80 ડોલર પ્રતિ રૂપિયાની ઓલટાઈમ સપાટીને પાર કરી ગયો હોય, પરંતુ પરંતુ ભારતમાં મંદીની શક્યતા ઘણી ઓછી છે. 

દુનિયામાં મંદીનો ખતરો વધ્યો 
બ્લૂમબર્ગના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મહામારીને કારણે આવેલી મંદી, યુક્રેન-રશિયા સંઘર્ષને કારણે ઊભી થયેલી વૈશ્વિક અસ્થિરતા અને મોટા ભાગના દેશોમાં મોંઘવારી વધવાને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં તીવ્ર ઘટાડાની આગાહીને કારણે મંદીનો ખતરો વધ્યો છે.
સર્વે મુજબ એશિયામાં મંદીની સંભાવના 20-25 ટકા છે. શ્રીલંકામાં એશિયાના દેશોમાં મંદીનું સૌથી વધુ જોખમ છે, જ્યાં મંદીની શક્યતા 85 ટકા છે.

અમેરિકામાં આર્થિક મંદીની શક્યતા 40 ટકા જેટલી 
અર્થશાસ્ત્રીઓએ શોધી કાઢ્યું છે કે આવતા વર્ષ સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સ મંદીનો ભોગ બનવાની સંભાવના 40 ટકા સુધી વધારે છે. સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં મોંઘવારી વધી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે જો યોગ્ય પગલાં સમયસર નહીં લેવામાં આવે તો ટૂંક સમયમાં મંદી આવશે.

 

કયા દેશમાં મંદીની કેટલી શક્યતા
ચીન, તાઇવાન અને ઓસ્ટ્રેલિયામાં 20 ટકા, ન્યૂઝીલેન્ડમાં 33 ટકા અને દક્ષિણ કોરિયા અને જાપાનમાં 25 ટકા મંદીની સંભાવના છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે યુરોપમાં સૌથી વધુ 55 ટકા મંદીનું વાતાવરણ રહેવાની ધારણા છે. હાલમાં જ રોયટર્સે એક સર્વે પણ કર્યો હતો જેમાં એવી આગાહી કરવામાં આવી હતી કે વૈશ્વિક અર્થતંત્ર ખૂબ જ ઝડપથી નીચે જઇ શકે છે અને મંદીનું મોટું જોખમ દરેકના માથે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ