બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / No more petrol and diesel prices, India has got big good news

ખુશખબર / લોકોને હાશકારો ! હવે નહીં વધે પેટ્રોલ અને ડીઝલના ભાવ, ભારતને મળ્યા મોટા ગૂડ ન્યૂઝ

Hiralal

Last Updated: 03:54 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ ન વધે તેવા ગ્રહો ઉજળા બન્યા છે.

  • ઈરાને ભારતને ક્રૂડ ઓઈલની કરી ઓફર
  • રુપિયા-રિયાલ વેપાર ફરી શરુ કરવા તૈયાર
  • ઈરાન પર અમેરિકી પ્રતિબંધને કારણે અટકી હતી આયાત

રશિયા બાદ હવે ઈરાને પણ ભારતને ક્રૂડ ઓઈલ પૂરુ પાડવાની મોટી ઓફર કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની વધતી કિંમતની વચ્ચે ભારત માટે રાહતની એક મોટી ખબર છે. ઈરાને ભારતને ક્રૂડ ઓઈલની ઓફર કરી છે. અમેરિકી પ્રતિબંધને કારણે ઈરાને ભારતની ક્રૂડ ઓઈલની આયાત અટકાવી દીધી હતી પરંતુ હવે ઈરાને ફરી વાર ભારત સાથે વેપાર શરુ કરવાની ઓફર કરી છે. ઈરાને રુપિયા-રિયાલ વેપાર ફરી વાર શરુ કરવાની તૈયારી દર્શાવી છે. 

ભારતમાં ઈરાનના રાજદૂત અલી ચેગેનીએ શું કહ્યું જાણો 
ભારતમાં ઈરાનના રાજદૂત અલી ચેગેનીએ ભારતને ઓફર આપતા જણાવ્યું કે જો બન્ને દેશ રુપિયા-રિયાલ વેપાર શરુ કરી શકે તો દ્વિપક્ષીય વેપાર 30 અબજ ડોલર પહોંચી શકે છે. 

પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મૂક્યો હતો પ્રતિબંધ 

ઉલ્લેખનીય છે કે ઈરાન ભારતનો બીજો મોટો ઓઈલ સપ્લાયર હતો પરંતુ પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિબંધ મૂક્યા બાદ નવી દિલ્હીએ ત્યાંથી આયાત રોકવી પડી હતી. 

શું થશે ફાયદો
રુપિયો રુબલ વેપાર તંત્ર બન્ને દેશોની કંપનીઓને એકબીજા સાથે સોદા કરવામાં અને ત્રીજા પક્ષની મધ્યસ્થતા ખર્ચથી બચાવવામાં મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી અને તહેરાનની વચ્ચે નિપટારા માટે એક વિનિમય તંત્ર હતું જેમાં ભારતીય તેલ આયાતક એક સ્થાનિક ઈરાની બેન્કોને રુપિયામાં ચુકવણી કરી રહ્યાં હતા અને આ પૈસાનો ઉપયોગ કરીને તહેરાન, ભારતથી આયાત કરી રહ્યો હતો. 

ભારતમાં પેટ્રોલના ભાવ ન વધવાની સંભાવના

જો ઈરાન સાથેનો ભારતનો સોદો સફળ રહે તો ભારતને મોટા પાયે ક્રૂડ ઓઈલ મળશે અને તેને કારણે ભાવ તો નહીં વધે પણ ઉલટાનું ઘટે તેવું પણ બને. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ