બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / No casualties due to sudden fire at illegal oil depot in Surat

આગ / સુરતમાં ગેરકાયદે ઓઈલ ડેપોમાં અચાનક લાગેલી આગથી અફરા-તફરી, કોઈ જાનહાની નહિ

Mehul

Last Updated: 08:30 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સૈયદપુરા રાજાવાડી વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ઓઇલ ડેપોમાં આગ લાગતા અફરા-તફરી મચી. ડેપોમાં ત્રણ જેટલા ઓઇલ ભરેલા મોટા ડ્રમ હોવાને કારણે આ ખૂબ જ ભીષણ રીતે પ્રસરી.

  • સુરતમાં ગેરકાયદે ચાલતા ઓઇલ ડેપોમાં આગ 
  • સૈયદપુરા રાજાવાડી નજીક લાયસન્સ વગર ચાલતા ડેપો
  • ઓઇલ ડેપોમાં લાગેલી આગમાં સદનસીબે જાનહાની નહીં

સુરતના સૈયદપુરા રાજાવાડી વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ઓઇલ ડેપોમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી.  લાયસન્સ વગર ચાલતા ઓઈલ ડેપો એકાએક આગ ભડકી હતી. જો કે ઓઇલ ડેપોમાં લાગેલી આગમાં સદનસીબે જાનહાની  થઇ નહોતી. ડેપોમાં ત્રણ જેટલા ઓઇલ ભરેલા મોટા ડ્રમ હોવાને કારણે આ ખૂબ જ ભીષણ રીતે અને ઝડપથી પ્રસરી ગઇ હતી
આગની ઘટનાથી કતારગામ, ધાચીશેરી અને મુગલીસરાની ફાયરની ટીમો કામે લાગી હતી. ડેપોમાં ઓયલ ડ્રમમાં ધડાકા થતાની સાથે જ ફ્લેશ ફાયર પણ જોવા મળી  અને  આગના ગોટેગોટા કિલોમીટર દૂર સુધી દેખાતા હતા સ્થાનિક રહિશોએ તાત્કાલિક વિસ્તાર ખાલી કરાવી દીધો હતો 

કતારગામ, ધાંચીશેરી અને મુગલીસરા ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આગ કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી ત્રણ જેટલા ઓઇલ ભરેલા ડ્રમ હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી.ફાયર વિભાગે ગણતરીના સમયમાં જ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ