બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Nithari murder case: Two accused were let off but 19 skeletons were not left behind? Who threw the mortar at them and why?

મહામંથન / નિઠારી હત્યાકાંડ : બે આરોપીઓ તો છૂટી ગયા પણ 19 કંકાલ પીછો નહીં છોડે? તેમને કોણે મારીને ફેંક્યા અને કેમ?

Vishal Khamar

Last Updated: 09:31 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચકચારી એવા નિઠારી હત્યાકાંડનાં બંને આરોપીઓની ફાંસીની સજા કોર્ટે રદ્દ કરી અને બંને આરોપીઓ મોનિંદરસિંહ પંઢેર અને સુરેન્દ્ર કોલીને પુરાવાનાં અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે આ બંને નિર્દોષ છે તો બાળકોના હત્યારા છે કોણ?

ભારતના ન્યાયતંત્રનો સિદ્ધાંત છે કે 100 ગુનેગાર ભલે બચી જાય પણ એક નિર્દોષ દંડાવો ન જોઈએ. કાયદાની દ્રષ્ટિએ આ સિદ્ધાંત એકદમ આદર્શ અને ઉદારમતવાદી છે, પરંતુ નિઠારી હત્યાકાંડમાં જે 19 લોકો ભોગ બનેલા છે તેના પરિવારજનો કદાચ આ સિદ્ધાંત સાથે સહેજપણ સહમત નથી થતા અને તેમનો આક્રોશ ચરમસીમાએ છે. 2006માં જે હત્યાકાંડે આખો દેશ ગજવી મુકેલો એવા નિઠારી હત્યાકાંડના બે આરોપી મોનિંદરસિંહ પંઢેર અને સુરેન્દ્ર કોલીની ફાંસીની સજા અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરી, એટલું જ નહીં પરંતુ બંનેને પુરાવાના અભાવે નિર્દોષ પણ જાહેર કર્યા. કાયદાકીય રીતે CBI આ ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકારવા તૈયારી કરી રહી છે પણ અત્યારે બંને આરોપીઓના છૂટી જવા પર હજુ સુધી એ સવાલનો જવાબ અનુત્તર રહે છે કે એ 19 કંકાલનું રહસ્ય શું.

  • નિઠારી કાંડના આરોપીની ફાંસીની સજા રદ થઈ
  • અલ્હાબાદ હાઈકોર્ટે બંનેની ફાંસીની સજા રદ કરી
  • મનિંદરસિંહ પંઢેર અને સુરેન્દ્ર કોલીની ફાંસીની સજા રદ

કોર્ટના ચુકાદા સામે ભલે સવાલ ન થઈ શકે પણ એ સવાલ જરૂર પૂછવો પડે કે જો મોનિંદરસિંહ પંઢેર કે જેના ઘર પાસેથી કંકાલ મળ્યા તે અને તેનો નોકર સુરેન્દ્ર કોલી બંનેએ બાળકો અને સગીરાઓની હત્યા નથી કરી તો પછી એ હત્યાઓ કોણે કરી. 19 હત્યાને અંજામ આપનારુ હતું કોણ?. પોતાના 308 પાનાના ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે તપાસ એજન્સીની તપાસ પદ્ધતિને પણ ઝાટકી છે તો આમા તપાસ એજન્સીઓ ક્યાં વિફળ રહી. આ સમગ્ર ચુકાદો દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સામે સવાલ ઉભા નથી કરતો?

  • અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાથી નિઠારી કાંડ ફરી ચર્ચામાં આવ્યો
  • આરોપીઓ વિરુદ્ધ પુરાવાનો અભાવ આશ્ચર્યકારક
  • મનિંદરસિંહ પંઢેર અને સુરેન્દ્ર કોલી નિર્દોષ છે તો દોષિત કોણ છે?
  • બાળકોની હત્યા કોણે કરી તેનો જવાબ અનુત્તર રહી જશે?

નિઠારી કાંડના આરોપીની ફાંસીની સજા રદ થઈ છે.અલ્હાબાદ હાઈકોર્ટે બંનેની ફાંસીની સજા રદ કરી છે. મનિંદરસિંહ પંઢેર અને સુરેન્દ્ર કોલીની ફાંસીની સજા રદ કરી.  પુરાવાના અભાવે બંને આરોપીને દોષમુક્ત કર્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાથી નિઠારી કાંડ ફરી ચર્ચામાં આવ્યો છે.  આરોપીઓ વિરુદ્ધ પુરાવાનો અભાવ આશ્ચર્યકારક છે. મનિંદરસિંહ પંઢેર અને સુરેન્દ્ર કોલી નિર્દોષ છે તો દોષિત કોણ છે?. બાળકોની હત્યા કોણે કરી તેનો જવાબ અનુત્તર રહી જશે?.

  • તપાસ એજન્સીના વિશ્લેષણથી નિરાશ
  • ગુનાની તપાસના પાયાના સિદ્ધાંતોની કાળજી નથી લેવાઈ
  • પુરાવાઓ જ એકઠા નથી કરવામાં આવ્યા
  • માનવ અંગની તસ્કરીનું નેટવર્ક પકડી શકાતું હતું

અલ્હાબાદ હાઈકોર્ટે શું કહ્યું?
તપાસ એજન્સીના વિશ્લેષણથી નિરાશ છે.  ગુનાની તપાસના પાયાના સિદ્ધાંતોની કાળજી લેવાઈ નથી.  પુરાવાઓ જ એકઠા કરવામાં આવ્યા નથી.  માનવ અંગની તસ્કરીનું નેટવર્ક પકડી શકાતું હતું. માનવ અંગ તસ્કરીની દિશામાં કોઈ વિચાર જ ન થયો. યુપી પોલીસે જે રસ્તો બતાવ્યો તે રસ્તે જ CBI આગળ વધી છે.  ગુનો દાખલ કરવાનો આધાર સુરેન્દ્ર કોલીનું ડિસેમ્બર 2006માં આપનું નિવેદન જ છે. હાડકા, ખોપડી, કંકાલના જે ખુલાસા થયા તેને પ્રાપ્ત કરવા યોગ્ય પ્રક્રિયા ન થઈ.  કોલીએ જે નિવેદન આપ્યું તે શંકાસ્પદ સ્થિતિમાં આપ્યું હોવાનું ફલિત થતું હતું. 16 હત્યાઓ થઈ પણ આરોપી ક્યારેય નિષ્ફળ ન જાય તે માનવા જેવું લાગતું નથી. આરોપીએ જે ઘરમાં હત્યા કર્યાનું કહ્યું ત્યાં FSLને લોહીના કોઈ નિશાન ન મળ્યા. હત્યામાં કુહાડીના ઉપયોગને CBI સાબિત ન કરી શકી.

  • કોલીએ જે નિવેદન આપ્યું તે શંકાસ્પદ સ્થિતિમાં આપ્યું હોવાનું ફલિત થતું હતું
  • 16 હત્યાઓ થઈ પણ આરોપી ક્યારેય નિષ્ફળ ન જાય તે માનવા જેવું લાગતું નથી
  • આરોપીએ જે ઘરમાં હત્યા કર્યાનું કહ્યું ત્યાં FSLને લોહીના કોઈ નિશાન ન મળ્યા
  • હત્યામાં કુહાડીના ઉપયોગને CBI સાબિત ન કરી શકી

નિઠારી હત્યાકાંડ શું હતો?

  • નોઈડાના નિઠારી સેક્ટરમાંથી સગીરાઓ ભેદી સંજોગોમાં ગૂમ થવા લાગી
  • ડિસેમ્બર 2006માં મોનિંદરસિંહના ઘરની પાસે કેટલાક કંકાલ મળ્યા
  • તપાસ કરતા કુલ 19 કંકાલ મળી આવ્યા
  • મળી આવેલા કંકાલ મહિલાઓ અને બાળકોના હતા

મામલો કેવી રીતે પ્રકાશમાં આવ્યો?

  • 2006માં મોનિંદરસિંહ પંઢેરે નોકરીના બહાને એક યુવતીને ઘરે બોલાવી
  • યુવતી ઘરે ન પહોંચી તો યુવતી ગૂમ થયાની ફરિયાદ થઈ
  • પોલીસની તપાસમાં મોનિંદરસિંહના ઘરની પાસે મળેલા કંકાલનો ભેદ ખુલ્યો

નિઠારીનું એ ઘર ચર્ચામાં કેમ આવ્યું?
સુરેન્દ્ર કોલી મૂળ ઉત્તરાખંડના અલ્મોડાનો વતની હતો. વર્ષ 2000માં તે ઉત્તરાખંડથી દિલ્લી આવ્યો હતો.  સુરેન્દ્ર કોલી એક બ્રિગેડિયરના ઘરે રસોઈયાની નોકરી કરતો હતો. વર્ષ 2003માં સુરેન્દ્ર કોલી મોનિંદરસિંહ પંઢેરના સંપર્કમાં આવ્યો. વર્ષ 2004માં પંઢેરનો પરિવાર પંજાબ જતો રહ્યો હતો.  હવે સુરેન્દ્ર કોલી અને મોનિંદરસિંહ પંઢેર ઘરમાં એકલા જ હતા. મોનિંદરના નિઠારી સેક્ટરના ઘરમાં રૂપજીવીનીઓની આવ-જા રહેતી હતી. સુરેન્દ્ર કોલી આ સમયે ઘરની બહાર રહીને સ્થિતિ ઉપર નજર રાખતો હતો. સુરેન્દ્ર કોલી આ સમયે બહાર જતી-આવતી છોકરી કે સગીરાઓ ઉપર નજર બગાડતો હતો.  સગીરા, બાળકોના હાથ પકડીને કોલી તેની સાથે અભદ્ર હરકતો કરતો હતો. કોલી બાળકો, સગીરાઓ ઉપર દુષ્કર્મ ગુજારતો અને પછી તેને જાનથી મારી નાંખતો. એક ગુમ યુવતી અંગેની ફરિયાદ બાદ નિઠારી હત્યાકાંડ સામે આવ્યો હતો.   એવી પણ વાત સામે આવી હતી કે મોનિંદરના ઘરેથી માનવઅંગોની તસ્કરી ચાલતી હતી. મોનિંદરના ઘરેથી જ માનવઅંગોને વિદેશ મોકલવામાં આવતા હતા.

  • સુરેન્દ્ર કોલી મૂળ ઉત્તરાખંડના અલ્મોડાનો વતની હતો
  • વર્ષ 2000માં તે ઉત્તરાખંડથી દિલ્લી આવ્યો
  • સુરેન્દ્ર કોલી એક બ્રિગેડિયરના ઘરે રસોઈયાની નોકરી કરતો હતો
  • વર્ષ 2003માં સુરેન્દ્ર કોલી મોનિંદરસિંહ પંઢેરના સંપર્કમાં આવ્યો

બંને આરોપી વિરુદ્ધ કેટલા મામલા હતા?
મોનિંદરસિંહ પંઢેર અને સુરેન્દ્ર કોલી વિરુદ્ધ કુલ 19 કેસ દાખલ થયા. પંઢેર વિરુદ્ધ નિઠારી કાંડમાં કુલ 6 કેસ દાખલ થયા હતા. 6માંથી 3 કેસમાં પંઢેરી દોષિત જાહેર કરાયો હતો. 3 કેસમાં પંઢેરને CBIની ટ્રાયલ કોર્ટે જ નિર્દોષ છોડ્યો હતો. એક કેસમાં હાઈકોર્ટમાંથી પંઢેરને પહેલા જ રાહત મળી હતી. બાકી બે કેસમાં પણ અલ્હાબાદ હાઈકોર્ટે પંઢેરને દોષમુક્ત જાહેર કર્યો.

  • કોલી બાળકો, સગીરાઓ ઉપર દુષ્કર્મ ગુજારતો અને પછી તેને જાનથી મારી નાંખતો
  • એક ગૂમ યુવતી અંગેની ફરિયાદ બાદ નિઠારી હત્યાકાંડ સામે આવ્યો 
  • એવી પણ વાત સામે આવી હતી કે મોનિંદરના ઘરેથી માનવઅંગોની તસ્કરી ચાલતી હતી
  • મોનિંદરના ઘરેથી જ માનવઅંગોને વિદેશ મોકલવામાં આવતા હતા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ