બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Nirmala Sitharaman instructed Banks not to harass customers for loan recovery

સંસદ / લોન વસૂલીમાં નહીં ચાલે બેન્કોના અવનવા હાથકંડા, નાણાં મંત્રાલયે કર્યું મોટું એલાન, જાણી લો લોન વસૂલી માટેના RBIના નિયમ

Vaidehi

Last Updated: 06:37 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોનનાં પૈસા વસૂલવા માટે જનતાને પજવતાં બેંકોને નાણામંત્રી નિર્મલા સીતારમણની ચેતવણી, કહ્યું લિમિટમાં રહીને કામ કરો!

  • બેંકોને નાણામંત્રી નિર્મલા સીતારમણની ટકોર
  • લોનની વસૂલી માટે લોકોને ન પજવવાની ચેતવણી
  • કહ્યું લિમિટમાં રહીને કામ કરવું જોઈએ

લોનની વસૂલી માટે બેંકો લોન લેનારાઓને ફોન કરી-કરીને અથવા અન્ય રીતે પજવતાં હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતાં હોય છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ સમસ્યા સાથે સંકળાયેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને એક મોટું એલાન કર્યું છે. તેમણે બેંકોને 'લિમિટ'માં રહીને કામ કરવાની ચેતવણી આપી દીધી છે.

'લિમિટમાં રહીને કામ કરો!'
સંસદનાં મોનસૂન સત્ર દરમિયાન જ્યારે એક સાંસદે લોનની વસૂલી માટે બેંકો સામાન્ય લોકોને પજવે છે, ધમકી આપે છે તે અંગે પગલાં લેવા અંગે સરકારને પ્રશ્ન પૂછ્યો ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના જવાબમાં કહ્યું કે સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે. તમામ બેંકોને લિમિટમાં રહીને કામ કરવાનાં આદેશ આપવામાં આવ્યાં છે.

શું કહ્યું નિર્મલા સીતારમણે?
નાણામંત્રીએ કહ્યું કે મને પણ આ પ્રકારની ફરિયાદો મળી છે કે કેટલીક બેંકો લોન વસૂલી માટે લોકોની સાથે નિર્દયી વ્યવહાર કરે છે. સરકારની તરફથી RBIને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની બેંકોને દિશાનિર્દેશો આપવામાં આવે. પછી તે સરકારી બેંકો હોય કે પ્રાઈવેટ બેંકો હોય, લોનની વસૂલી માટે તેમણે કડક પગલાંઓ ન ઊઠાવવા જોઈએ. જ્યારે પણ લોનની વસૂલી માટે સામાન્ય માણસને અપ્રોચ કરવામાં આવે તો માણસાઈ અને સેંસિટિવિટીને ધ્યાનમાં રાખવું જોઈએ.

RBIની ગાઈડલાઈન્સ શું કહે છે ?
RBIની ગાઈડલાઈન્સ અનુસાર બેંકનાં રિકવરી એજન્ટ ગ્રાહકને સવારે 8થી સાંજનાં 7 વાગ્યાની વચ્ચે જ કૉલ કરી શકે છ. ક્લાઈંટ દ્વારા કહેવામાં આવેલી જગ્યા પર જ લોન રિકવરી એજન્ટ મુલાકાત કરી શકે છે. જો ગ્રાહક પૂછે તો બેંકની તરફથી એજન્ટને આપવામાં આવેલી ID બતાવવાની રહેશે. બેંકે કસ્ટમરની પ્રાઈવસીને સૌથી વધુ મહત્વ આપવાનું રહેશે. ગ્રાહકની સાતે ફિઝિકલ કે મેંટલ હરેસમેંટ ન થવું જોઈએ. જો કોઈપણ ગ્રાહક સાથે આવું થાય છે તો તેની ફરિયાદ RBIમાં કરી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ