બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NRI News / વિશ્વ / Nikki Haley To Drop Out Of US Presidential Race

US election / ભારતવંશી નિક્કી હેલી US રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી આઉટ, હવે બાયડન-ટ્રમ્પ વચ્ચે મુકાબલો

Hiralal

Last Updated: 09:56 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતવંશી નિક્કી હેલી અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખસી જતાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે માર્ગ મોકળો થઈ ગયો છે.

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપબ્લિકન નેતા અને મૂળ ભારતવંશી નિક્કી હેલીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. તેમના નિર્ણય બાદ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી નોમિનેશન જીતશે અને નવેમ્બરમાં યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી એકવાર ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ જો બિડેનનો સામનો કરશે.

નિક્કી મોટાભાગની પ્રાઈમરીમાં હાર્યાં 
સુપર ટ્યુઝડે પર મોટાભાગની રિપબ્લિકન પ્રાઈમરીઓમાં ટ્રમ્પ સામે હાર્યા બાદ હેલીએ આ નિર્ણય લીધો હતો. નિક્કી હેલીએ સમગ્ર ઝુંબેશ દરમિયાન પોતાની જાતને આર્થિક અને વિદેશ નીતિ પર પરંપરાગત અવાજ તરીકે અને દેશ માટે રાજકીય નેતૃત્વની નવી પેઢીના ભાગ રૂપે રજૂ કરી. નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પને સતત હરીફાઈ આપી પરંતુ તેમને માત્ર વર્મોન્ટ અને કોલંબિયા ડિસ્ટ્રિક્ટમાં યુએસ કેપિટલ સીટ મળી. ગયા વર્ષે ટેલિવિઝન પર પ્રસારિત રિપબ્લિકન ડિબેટ્સમાં નિક્કીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ પ્રાઈમરીમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. હેલીને સૌથી મજબૂત ટેકો ટ્રમ્પ વિરોધી ઉદારવાદીઓ અને સ્વતંત્ર કેન્દ્ર-જમણેરી મતદારો તરફથી મળ્યો હતો. બીજી તરફ ટ્રમ્પ રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ નોમિનેશન જીતવા માટે પૂરતા ડેલિગેટ્સ મેળવવાની નજીક છે.

નિક્કી હેલીએ કેમ છોડ્યું મેદાન 
નિક્કી હેલીએ વર્મોન્ટની રિપબ્લિકન પ્રાઈમરી ચૂંટણીમાં ટ્રમ્પ પર જીત મેળવીને બધાને ચોંકાવી દીધા હતા. આમ છતાં તેઓ ઘણા પાછળ રહી ગયા હતા તો સામે પક્ષે ટ્રમ્પ પાર્ટીની આંતરિક ચૂંટણીમાં વિજયી નીવડ્યાં હતા. રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન મેળવવા માટે બંને ઉમેદવારોને 1215 ડેલિગેટ્સની જરૂર છે, જેમાંથી ટ્રમ્પને 893 ડેલિગેટ્સનું સમર્થન છે. જ્યારે આ જીત છતાં હેલીના ખાતામાં માત્ર 66 ડેલિગેટ્સ છે. આવી સ્થિતિમાં તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે.

નિક્કી હેલીની એક્ઝિટ બાદ હવે શું
અમેરિકામાં મુખ્યત્વે બે પાર્ટીઓ રિપબ્લિકન અને ડેમોક્રેટ છે. રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગી માટે સૌથી પહેલા બન્ને પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી માટે ચૂંટણી થાય છે અને તેમાં જે ઉમેદવારને 1215 ડેલિગેટ્સનો સપોર્ટ મળે તે સત્તાવાર રીતે રાષ્ટ્રપતિનો ઉમેદવાર જાહેર થાય છે. નિક્કી હેલીની એક્ઝિટ બાદ હવે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો રસ્તો માર્ગ મોકળો બન્યો છે અને પાર્ટી વતી તેઓ રાષ્ટ્રપતિના ઉમેદવાર રહેશે જેમનો સીધો મુકાબલો ડેમોક્રેટ ઉમેદવાર અને હાલના પ્રેસિડન્ટ જો બાયડન સામે થશે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ