બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'Nice to see you, Mr. Prime Minister', Joe Biden praised PM Modi after the meeting, see what he said

G20 Summit 2023 / 'તમને જોઇ આનંદ થયો, Mr. Prime Minister', મુલાકાત બાદ જો બાયડને કરી PM મોદીની પ્રશંસા, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 11:46 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit 2023: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન G20 સમિટમાં ભાગ લેવા શુક્રવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. પીએમ મોદીને મળ્યા બાદ જો બાયડને પોસ્ટ કરીને કહ્યું કે, 'તમને જોઇ આનંદ થયો, Mr. Prime Minister'

  • વિશ્વભર લગભગ તમામ મોટા નેતાઓ નવી દિલ્હી પહોંચી ગયા
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન શુક્રવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા
  • 'તમને જોઇ આનંદ થયો, Mr. Prime Minister' - જો બાયડન

G20 Summit 2023: G20 સમિટ માટે વિશ્વભર લગભગ તમામ મોટા નેતાઓ નવી દિલ્હી પહોંચી ગયા છે. G20 સમિટની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન પણ G20 સમિટમાં ભાગ લેવા શુક્રવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ એરપોર્ટથી સીધા પીએમ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન જો બાયડન અને  પીએમ મોદીએ સાથે ડિનર કર્યું અને તેમની વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ. જે બાદ જો બાયડન કહ્યું કે ભારત અને યુએસ જી-20 સમિટ દરમિયાન પુષ્ટિ કરશે કે બંને દેશો વચ્ચેની ભાગીદારી પહેલા કરતા વધુ મજબૂત છે.

'તમને જોઇ આનંદ થયો, Mr. Prime Minister'
પીએમ મોદીને મળ્યા બાદ યુએસ પ્રેસિડેન્ટ જો બાયડને સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કર્યું હતું કે શ્રી પ્રધાનમંત્રી, તમને જોઈને ખૂબ આનંદ થયો. આજે અને G20 દરમિયાન અમે ખાતરી કરીશું કે યુનાઈટેડ સ્ટેટ્સ-ભારત ભાગીદારી ઈતિહાસમાં કોઈપણ સમય કરતાં વધુ મજબૂત, નજીક અને ગતિશીલ રહે.

મોદી-બાયડને સાથે ડિનર કર્યું હતું
જણાવી દઈએ કે જો બાયડને  G20 સમિટ માટે શુક્રવારે સાંજે 7 વાગે દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી ઉતર્યા બાદ જો બાયડને સીધા પીએમ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ ડિનર અને દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વાટાઘાટોના અંતે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ બાયડને  ભારતને સ્થાયી સભ્ય તરીકે સુધારેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માટેના તેમના સમર્થનની પુનઃપુષ્ટિ કરી.

મોદી-બાયડન વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા
બંને દેશોના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ દ્વિપક્ષીય સંરક્ષણ ભાગીદારીને "ગહન અને વૈવિધ્યકરણ" કરવા સંમત થયા છે. બંનેએ ભારત દ્વારા 31 ડ્રોનની ખરીદી અને જેટ એન્જિનના સંયુક્ત વિકાસમાં આગળ વધવાનું પણ આવકાર્યું હતું. બંનેએ પરમાણુ ઉર્જા, 6G અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકો અને બહુપક્ષીય વિકાસ બેંકોને મૂળભૂત રીતે "પુનઃઆકાર" કરવાની રીતો વિશે પણ ચર્ચા કરી હતી. 

ભારતને શું ફાયદો થયો?
રાષ્ટ્રપતિ બાયડને સાથેની આ મુલાકાતે પણ ભારતને ઘણું આપ્યું છે. અમેરિકાએ જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 400 મિલિયન યુએસ ડોલરનું રોકાણ કરવામાં આવશે. આ સિવાય અમેરિકાએ UNSCમાં ભારતની કાયમી સભ્યપદની વકાલત કરી છે. આ એક એવો મુદ્દો છે જે ઘણા વર્ષોથી અટવાયેલો છે અને ચીન દ્વારા તેને સતત બ્લોક કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ચર્ચા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધી ચાલી હતી. બંને નેતાઓએ સ્વીકાર્યું કે બંને દેશો AI દ્વારા પણ ઘણો સહકાર આપી શકે છે. એક ઇકોસિસ્ટમ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો જ્યાં સુરક્ષિત, લવચીક તકનીક સરળતાથી શેર કરી શકાય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ