બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / News of relief for the traffic policemen performing their duty amid the scorching heat of Ahmedabad

સુવિધા / હવે AC હેલમેટ પહેરીને સેવા બજાવશે ગુજરાતનાં ટ્રાફિક પોલીસના જવાનો, ફિટ કરવામાં આવ્યો છે બેટરીવાળો પંખો

Malay

Last Updated: 02:47 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદની કાળઝાળ ગરમી વચ્ચે પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર, ગૃહવિભાગ દ્વારા પ્રાયોગિક ધોરણે લાવવામાં આવ્યું AC હેલમેટ.

  • અમદાવાદમાં ટ્રાફિક જવાનોને અપાયા AC હેલમેટ
  • ગરમીથી રક્ષણ આપે તેવા 3 AC હેલમેટ અપાયા 
  • બેટરી સંચાલિત AC હેલમેટમાં ફિટ કરાયો છે પંખો

અમદાવાદમાં શિયાળો, ઉનાળો કે ચોમાસા ખડેપગે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે પ્રાયોગિક ધોરણે એસી હેલમેટ લાવવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીમાંથી ટ્રાફિક પોલીસકર્મીઓને થોડીઘણી રાહત મળે તે હેતુથી અત્યારે પ્રાયોગિક ધોરણે હેલમેટ લાવવામાં આવ્યા છે. 

ગરમીથી રક્ષણ આપે તેવા 3 AC હેલમેટ અપાયા 
અમદાવાદના ત્રણ ટ્રાફિક પોઈન્ટ નાના ચિલોડા, પિરાણા ચાર રસ્તા અને ઠક્કરબાપા નગર ચાર રસ્તા પર ફરજ બજાવત એક મહિલા કર્મચારી અને બે પુરુષ કર્મચારીઓને અત્યારે આ હેલમેટ અપાયા છે. આ ત્રણેય કર્મચારીઓના ફીડબેક બાદ ઉચ્ચ સ્તરે રિપોર્ટ રજૂ કરવામાં આવશે, તેના અનુભવના આધારે વધુ એસી હેલમેટ લાવવાના કે નહીં તે નક્કી કરાશે. 

ફીડબેક બાદ રાજ્યભરમાં પ્રોજેક્ટ લાગું કરવા થશે વિચારણા
એટલે કે આ ત્રણેય કર્મચારીઓ પાંચ દિવસ સુધી આ હેલમેટ પહેરશે અને ત્યાર બાદ તેઓ તેમનો અનુભવ જાણાવશે. તેમના અનુભવના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે ગૃહવિભાગ અને રાજ્ય સરકાર આ હેલમેટને લઈને યોગ્ય નિર્ણય લેશે. અત્યાર સુધી ટ્રાફિક કર્મચારીઓને શિયાળામાં સ્વેટર-જેકેટ, ચોમાસામાં રેઈનકોટ અપાતા હતા, ત્યારે હવે ઉનાળામાં એસી હેલમેટ આપવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. 

જાણો હેલમેટની વિશેષતા
- આ હેલમેટની ડિઝાઈન પોલીસના સામાન્ય હેલમેટ જેવી જ છે.
- હેલમેટનો પંખો એસીની માફક હવા ફેંકે છે, જેથી તેને એસી હેલમેટ કહેવાય છે. 
- હેલમેટમાં અંદર એક નાનકડી મોટર થકી એક્ઝોસ્ટ ફેન આપવામાં આવ્યો છે. જે અંદરની ગરમ હવાને બહાર ફેંકે છે.
- આ હેલમેટને બેટરી વડે ચાલે છે. એકવાર ચાર્જ કર્યા બાદ કલાકો સુધી વાપરી શકાય છે. 
- આ બેટરીનો વાયર હેલમેટ સાથે જોડેલો હોય છે અને બેટરી એક કવરમાં હોય છે.
- બેટરીને બેલ્ટ વડે સેટ કરવામાં આવી છે. જે ટ્રાફિક કર્મચારી પોતાની કમર પર આરામથી બાંધી શકે છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ