બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / New rule for social media: If you are doing such posts, stop it, otherwise you will have to pay 50 lakhs

દંડ / સોશ્યલ મીડિયા માટે નવો નિયમ: આવી પોસ્ટ કરતાં હોવ તો બંધ કરી દેજો, નહીંતર ભરવા પડશે 50 લાખ

Megha

Last Updated: 04:04 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારના લાદવામાં આવેલ આ નવા નિયમો અનુસાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સે કોઈપણ પેઈડ આર્ટિકલ પર ડિસ્ક્લેમર ચલાવવું પડશે કે તે પેઈડ આર્ટિકલ છે.

  • સોશ્યલ મીડિયા નિયમોનો ભંગ કરવા પર 50 લાખ રૂપિયાનો દંડ થઈ શકે 
  • શું છે સરકારના આ નવો નિયમ?
  • સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સે કોઈપણ પેઈડ આર્ટિકલ પર ડિસ્ક્લેમર ચલાવવું પડશે

આજકાલ લગભગ દરેક લોકો સોશ્યલ મીડિયા વાપરે છે અને તેમ ઘણા એક્ટિવ રહે છે. જો તમે પણ તેમાંથી એક છો જે સોશ્યલ મીડિયાનો અઢળક ઉપયોગ કરો છો કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તો તમારે કેન્દ્ર સરકારના નવા સોશ્યલ મીડિયા નિયમો વિશે જાણી લેવું જોઈએ, જો તમે અ નિયમથી અજાણ રહેશો કે અ નિયમનો ભંગ કરશો તો તમને 50 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વતંત્ર મીડિયા તરીકે ઘણા સોશ્યલ મીડિયા સ્ટાર્સ અને રિપોર્ટર્સની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે અને આ સોશ્યલ મીડિયા સ્ટાર્સ તેના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પર સારી સંખ્યામાં ફોલોઅર્સ રાખે છે અને આ ફોલોઅર્સની મદદથી તેઓ પેઇડ કન્ટેન્ટને પ્રમોટ કરવાનું કામ કરે છે અને અ બધા પર હવે લગામ લગાવવા માટે સરકાર નવા નિયમો બહાર પડ્યા છે. 

શું છે સરકારના આ નવો નિયમ ?
કેન્દ્રીય કંઝયુમર વિભાગ દ્વારા સોશ્યલ મીડિયાના ઇન્ફ્લુઅન્સ માટે નવા નિયમો લાગુ કરતાં કહેવામાં આવ્યું છે કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સોશ્યલ મીડિયા પર પેઇડ કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યા છે, જે નિયમોનું ઉલ્લંઘન છે અને આવું કરનારા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ નિયમ મુજબ સોશ્યલ મીડિયા પર પેઇડ કન્ટેન્ટને ગેરમાર્ગે દોરવા અથવા ખોટી રીતે પ્રમોટ કરવા બદલ 10 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે અને જો ફરીથી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 50 લાખ રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવી શકે છે. 

ગ્રાહકને ભ્રામક પોસ્ટ બતાવવાનો આરોપ
સરકારના લાદવામાં આવેલ આ નવા નિયમો અનુસાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સે કોઈપણ પેઈડ આર્ટિકલ પર ડિસ્ક્લેમર ચલાવવું પડશે કે તે પેઈડ આર્ટિકલ છે. આમ કરવાથી ગ્રાહકો પેઇડ આર્ટીકલ અને રિયર આર્ટીકલ વચ્ચેનો તફાવત સમજી શકશે. ગ્રાહકોને આવી ગેરમાર્ગે દોરતી પોસ્ટથી બચાવવા માટે સરકાર નવા નિયમો લઈને આવી છે. જણાવી દઈએ કે Instagram પાસે તેની પોતાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ વિકલ્પ છે જેના દ્વારા યુઝર્સ પેઇડ આર્ટીકલ ચલાવી શકે છે. એમને લખવું પડે છે કે આ પેઇડ પ્રમોશન છે. એ જ રીતે, પેઇડ કન્ટેન્ટનો વિકલ્પ YouTube, Facebook અને Instagram પર ઉપલબ્ધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ