બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / new policy laptop pc imports may be allowed only from trusted places

BIG NEWS / લેપટોપ ઇમ્પોર્ટને લઇ મોટા સમાચાર: ફરીવાર ચીનને મોટો ઝટકો આપી શકે છે કેન્દ્ર સરકાર, જાણો શું

Priyakant

Last Updated: 01:13 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Import New Policy News: લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર અને સર્વર વગેરેને દેશમાં ક્યાંયથી આયાત કરી શકાશે નહીં, સરકાર ઈમ્પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં વ્યસ્ત

  • લેપટોપ અને IT હાર્ડવેરની આયાતને લઈ મોટા સમાચાર 
  • લાયસન્સ ફરજિયાત બનાવ્યા બાદ હવે વધુ એક મોટું પગલું 
  • માત્ર 'વિશ્વાસપાત્ર દેશો'માંથી IT હાર્ડવેરની આયાતને મુક્તિ આપવા માગે છે સરકાર 

કેન્દ્ર સરકાર લેપટોપ અને IT હાર્ડવેરની આયાત માટે લાયસન્સ ફરજિયાત બનાવ્યા બાદ હવે વધુ એક મોટું પગલું ભરવા જઈ રહી છે. વાત જાણે એમ છે કે, સરકાર માત્ર 'વિશ્વાસપાત્ર દેશો'માંથી IT હાર્ડવેરની આયાતને મુક્તિ આપવા માગે છે. મતલબ કે લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર અને સર્વર વગેરેને દેશમાં ક્યાંયથી આયાત કરી શકાશે નહીં. સરકાર ઈમ્પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં વ્યસ્ત છે. 

નીતિ તૈયાર કરવા કવાયત 
વાત જાણે એમ છે કે, હાલમાં સરકાર દ્વારા 'વિશ્વાસપાત્ર દેશો'માંથી આયાત અંગેની નીતિ હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. જો સરકાર આયાત પર આ શરત લાદે છે તો તે ચીન માટે મોટો ફટકો હશે. કારણ કે વિશ્વાસપાત્ર દેશોની યાદીમાં ચીનનું નામ ભાગ્યે જ આવે છે.

આઈટી હાર્ડવેરની આયાત પર નજર  
એક અહેવાલ મુજબ સરકાર આઈટી હાર્ડવેરની આયાત પર નજર રાખવા માટે એક સિસ્ટમ બનાવી રહી છે. લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર્સ અને સર્વર્સ ઉપરાંત આ નિર્દેશ 5G સેન્સર સહિત તૈયાર આઇટી હાર્ડવેર સાધનોની વિશાળ શ્રેણી પર લાગુ કરી શકાય છે, જે મુખ્યત્વે ચીનમાંથી આયાત કરવામાં આવે છે. નોંધનીય છેકે, થોડા દિવસો પહેલા સરકારે લેપટોપ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સ લેવું જરૂરી બનાવી દીધું હતું. જોકે આઈટી ઈન્ડસ્ટ્રીના વિરોધને કારણે સરકારે આ નિર્ણયના અમલીકરણ પર 31 ઓક્ટોબર સુધી રોક લગાવી દીધી છે.

લાઈસન્સિંગનું સ્થાન લેશે ઈમ્પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ 
આ તરફ હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, જ્યારે સરકાર ઈમ્પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરશે ત્યારે આ સિસ્ટમ લાઇસન્સિંગનું સ્થાન લેશે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, માત્ર 'વિશ્વસનીય સ્ત્રોતો'માંથી જ આઈટી હાર્ડવેરની આયાત કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ છે. તેમણે કહ્યું, IT હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ પ્લાન સાથે, ભારતમાં લેપટોપ અને સર્વરનું ઉત્પાદન ઝડપથી આગળ વધશે. 

રાજીવ ચંદ્રશેખરે શું કહ્યું ? 
રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકાર એક આયાત વ્યવસ્થાપન પ્રણાલી લાગુ કરવા માંગે છે જે વિક્રેતાઓ પર જવાબદારી મૂકશે કે તેઓનો પુરવઠો માત્ર વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ મળે. વિદેશી સપ્લાય ચેન વધુ વિશ્વસનીય બનવી જોઈએ. આ ઉપરાંત અમે માનીએ છીએ કે, ઘરેલું જરૂરિયાતોને પણ પૂરી કરવી મહત્વપૂર્ણ છે, પરંતુ આ માત્ર ઉચ્ચ પ્રદર્શન કરતા ક્ષેત્રોમાંથી આવવું જોઈએ. 
 
ભારત સરકાર હવે સ્ત્રોતને લઈને ઘણી સતર્ક બની ગઈ છે. અગાઉ પણ સરકારે કેટલાક કિસ્સાઓમાં આડકતરી રીતે વિશ્વસનીય સ્ત્રોતોમાંથી આયાત કરવાની શરત લાદી છે. જૂન 2021 માં કેન્દ્ર સરકારે 'ટ્રસ્ટેડ ટેલિકોમ પોર્ટલ' શરૂ કર્યું અને ટેલિકોમ સેક્ટર (NSDTS) પર રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશનો અમલ કર્યો. નિર્દેશો હેઠળ ટેલિકોમ કંપનીઓએ ફરજિયાતપણે તેમના નેટવર્કમાં ફક્ત તે જ નવા ઉપકરણો ઉમેરવા જોઈએ જેને "વિશ્વસનીય સ્ત્રોતો"માંથી "વિશ્વસનીય ઉત્પાદનો" તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 5G સ્પેક્ટ્રમની હરાજી બાદ રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ જેવા ઓપરેટરોએ એરિક્સન અને સેમસંગ જેવી કંપનીઓ સાથે સોદા પર હસ્તાક્ષર કર્યા છે જેમાં ચીનની મોટી કંપનીઓ Huawei અને ZTEને છોડી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ