PM મોદી આજે વૈદિક રીતિ-રિવાજોની સાથે નવા સંસદ ભવનનું ઉદ્ગાટન કરશે. ઉદ્ગાટન સમારોહ હવન અને પૂજા સાથે શરૂ થશે. જાણો આજનાં કાર્યક્રમનો શિડ્યૂલ!
આજે PM મોદી કરશે નવી સંસદનું ઉદ્ગાટન
હવન અને પૂજા સાથે શરૂ થશે કાર્યક્રમ
2 ચરણોમાં યોજાયો છે સમગ્ર કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મે એટલે કે આજે નવી સંસદનું ઉદ્ગાટન કરવા જઈ રહ્યાં છે. ઉદ્ગાટન સમારોહને ઐતિહાસિક બનાવવા માટે આ કાર્યક્રમને વૈદિક રીતિ રિવાજ અનુસાર સંપન્ન કરવામાં આવશે. સૌથી પહેલા ઉદ્ગાટન સમારોહ હવન અને પૂજા સાથે શરૂ થશે. આ બાદ PM મોદી લોકસભા કક્ષનું ઉદ્ગાટન કરશે. આ જ જગ્યાએ શૈવ સંપ્રદાયનાં પૂજારી PM મોદીને રાજદંડની સોંપણી કરશે. સેંગોલને નવા સંસદ ભવનમાં લોકસભા અધ્યક્ષનાં આસનની પાસે સ્થાપિત કરવામાં આવશે.
સવારે 7 વાગ્યાથી શરૂ થશે ઉદ્ગાટન કાર્યક્રમ
રવિવારે ઉદ્ગાટન સમારોહ સવારે 7 વાગ્યાથી શરૂ થશે. સવારે 7 વાગ્યે PM મોદી સ્થળે પહોંચશે અને 7.30 વાગ્યે પાંડલમાં પૂજન શરૂ થશે. આ પૂજન એક કલાક સુધી ચાલશે અને પછી લોકસભા ચેમ્બરની તરફ PM મોદી પ્રયાણ કરશે. ચેમ્બરમાં કાર્યક્રમ 9 વાગ્યા સુધી ચાલશે. અહીં લોબીમાં પ્રાર્થના થશે. આ બાદ ઉદ્ગાટન સમારોહનો દ્વિતીય ચરણ 11 વાગ્યે શરૂ થશે.