બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / new it rules for e commerce and dating apps users will get more rights

ફેરફાર / ડેટિંગ એપ અને ઈ-કોમર્સ પર ભારે પડશે નવા IT નિયમ, યુઝર્સને મળ્યો મોટો અધિકાર

Premal

Last Updated: 04:03 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈટી નિયમોમાં નવીનતમ સંશોધનો અંગે માત્ર સોશિયલ મીડિયા સાઈટ્સ નહીં, પરંતુ વૈવાહિક વેબસાઈટ, ટીન્ડર અને બમ્બલ જેવી ડેટીંગ સાઈટ્સ પણ આવશે અને આ બધી સાઈટ્સને ગ્રાહકોની ફરિયાદો પર ઝડપથી વિચાર કરવો પડશે.

  • ઈ-કોમર્સ અને ડેટીંગ એપ પર ભારે પડશે નવા આઈટી નિયમ
  • ઈ-કોમર્સ અને ડેટીંગ એપની મનમાની પર પ્રતિબંધ આવી જશે
  • આ બધી સાઈટ્સે ગ્રાહકોની ફરિયાદો પર ઝડપથી વિચાર કરવો પડશે 

ભારત સરકારે આઈટી નિયમોમાં મોટો ફેરફાર કર્યો

ઈન્ટરનેટ અને સોશિયલ સાઈટ પર વધી રહેલા ગુના અને ગંભીર ઘટનાઓને ભારત સરકારે આઈટી નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ નિયમ ઈ-કોમર્સ અને ડેટીંગ એપ પર પણ ભારે પડી શકે છે. આ નિયમોથી ઈ-કોમર્સ અને ડેટીંગ એપની મનમાની પર પ્રતિબંધ આવી જશે. નવા આઈટી નિયમોમાં આ મહત્વની જોગવાઈ સતત સોશિયલ સાઈટ્સ પર થતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. કારણકે યુઝર્સની પ્રાઈવસી અને તેના હિતની રક્ષા કરી શકાય.

ડેટીંગ સાઈટ્સને લઇને ઘણી ફરિયાદો

એવા ઘણા ઉદાહરણ છે, જ્યાં સોશિયલ સાઈટ્સ પર મહિલાઓની ફેક ડેટીંગ આઈડી અને વૈવાહિક સાઈટ્સ પર ખોટી પ્રોફાઈલ પોસ્ટ કરવામાં આવી છે અને આ આઈડીને પીડિત યુઝર્સની ફરિયાદ બાદ પણ હટાવવામાં આવી નથી. આ સાથે અમુક એવા મામલા પણ છે, જ્યાં મહિલાઓના ફોન નંબર, તસ્વીરો અને અન્ય વિવરણ તેની જાણકારી વગર ગેરકાયદેસર રીતે ડેટીંગ સાઈટો પર પોસ્ટ કરવામાં આવે છે. જેનાથી તેમને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે. 

યુઝર્સની ફરિયાદોનુ કરવુ પડશે સમાધાન

જોકે, જ્યારે તેમણે આ વાતની ફરિયાદ કરી તો ડેટિંગ સાઈટ્સ અને મેટ્રીમોનિયલ પ્લેટફોર્મનો રિસ્પોન્સ ખૂબ ધીમો રહ્યો અથવા તેમણે કોઈ રિએેક્શન ના આપ્યું. પરંતુ હવે નવા નિયમો હેઠળ કંપનીઓની ફરિયાદ અધિકારીઓને ઝડપથી જવાબ આપવો પડશે. નહીંતર યુઝર્સને આ અધિકાર હશે કે તેઓ ફરિયાદ નિવારણ સમિતિની પાસે જાય. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ