બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Never Drink water while standing, it can cause major health problems

તમારા કામનું / શું તમને પણ ઊભા-ઊભા પાણી પીવાની ટેવ છે? તો સાવધાન! શરીરને થઈ શકે છે ગંભીર નુક્સાન

Vaidehi

Last Updated: 07:21 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્સપર્ટસ્ કહે છે કે ઊભા ઊભા કે સુતાં સુતાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે, તેથી પાણી હંમેશા બેસીને જ પીવુ જોઇએ.

 

  • ઊભા-ઊભા પાણી પીવાથી શરીરને થઈ શકે છે નુક્સાન
  • ગંભીર શારીરિક બીમારીઓનો બની શકો છો શિકાર
  • હંમેશા બેસીને શાંતિથી પાણી પીવાની સલાહ આપે છે એક્સપર્ટસ્

એક વ્યક્તિએ દિવસમાં આશરે 4 લીટર પાણી પીવું જોઈએ. શિયાળો હોય કે ઊનાળો, શરીરમાં પાણીની પૂરતી માત્રા ન હોય તો અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. પાણી પીવું સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે પણ પાણી પીવાની પણ એક રીત હોય છે. જો તમે ખોટી રીતે પાણી પીવો છો તો તેની વિપરિત અસર તમારા શરીર પર થાય તેવું શક્ય છે. ઘણાં લોકો ઊભે-ઊભે પાણી પીતા હોય છે. પણ આવું કરવું તમારા માટે હાનિકારક છે. હંમેશા કોઈ જગ્યાએ બેસીને શાંતિથી પાણી પીવું જોઈએ. 

પાણી  હંમેશા બેસીને જ પીવું 
હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે, ઊભા ઊભા કે સુતા સુતા પાણી પીવુ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે, તેથી પાણી  હંમેશા બેસીને જ પીવુ જોઇએ. ઊભા રહીને પાણી પીવાથી મિનરલ્સ ડાઇજેસ્કિવ સિસ્ટમ સુધી સાચી પદ્ધતિથી નથી પહોંચશે. તેનુ કારણ ઇનડાઇજેક્શન, કોન્સ્ટિપેશન અને રિફ્લક્સની સમસ્યા થઇ શકે છે. જે લોકોને અપચો, કબજિયાત અથવા એસિડિટીની સમસ્યા હોય તેઓ માટે ઊભા ઊભા પાણી પીવુ ઘાતક બની શકે છે. 

ઊભે-ઊભે પાણી પીવું નુક્સાનકારક

  • ઊભા રહીને પાણી પીવાથી શરીરને નુક્સાન પહોંચે છે અને શારીરિક બીમારીઓને આમંત્રણ મળે છે. આ અસર તમને તાત્કાલિક નહીં દેખાય પણ ધીમે-ધીમે સમસ્યાઓ શરીરમાં અનુભવાશે.ઊભા ઊભા પાણી પીવાથી કિડની અને લિવરને નુકશાન પહોંચે છે. તેનાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ બગડે છે. કિડની શરીરમાં ફિલ્ટરની જેમ કામ કરે છે અને તેમની ફંક્શનિંગ ગરબડ થવાના કારણે શરીરની સિસ્ટમ બગડી શકે છે. 
  • ઊભા રહીને પાણી પીવાથી લગ્સ અને હાર્ટને પણ નુકશાન પહોંચે છે. તેનાથી જોઇન્ટ્સ પેન અને હાડકાઓની અન્ય તકલીફ થઇ શકે છે. 
  • તમને જાણીને નવાઇ લાગશે કે ખોટી રીતે પાણી પીવાથી નર્વસ સિસ્ટમ પ્રભાવિત થઇ શકે છે અને તમને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 
  • ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં ઓક્સિજનનું લેવલ પણ ઘટી શકે છે. પરિણામે ફેફસાંને નુક્સાન પહોંચી શકે છે.
  • પાચનક્રિયા પણ મંદ થઈ જાય છે પરિણામને પેટ સંબંધિત સમસ્યાઓ પણ શક્ય છે.

કેવી રીતે પાણી પીવું? 

  • પાણી હંમેશા પાણી બેસીને જ પીવુ જોઇએ
  • નાના નાનઘૂંટ પાણી પીઓ
  • ઝડપથી એક ઘૂંટે વધુ પાણી ના પીઓ, આમ કરવાથી પાણી પીવાનો ફાયદો નહીં થાય
  • દરરોજનું 2-3 લીટર જેટલુ પાણી પીવુ જોઇએ. 
  • ધ્યાન રાખો કે દોડતી વખતે પાણી ના પીવુ જોઇએ, તેનાથી પણ હેલ્થ પર ખરાબ અસર પડે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ