બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Navratri sixth Nortu: Maa Katyayni stuti mantra, pooja vidhi, shubh muhurat etc

ધર્મ / આજે છઠ્ઠુ નોરતું! માં કાત્યાયનીના આશીર્વાદથી અટકેલા તમામ કામ થશે પરિપૂર્ણ, જાણો શ્લોક-વિધિ અને મહત્વ

Vaidehi

Last Updated: 07:34 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસો નવરાત્રીનાં છઠ્ઠાં દિવસે માં કાત્યાયનીનાં આશીર્વાદ મેળવવાથી તમારા તમામ અટકાલેયા કામ પાર પડશે. છઠ્ઠાં નોરતે માં દુર્ગાનાં પહેલા સ્વરૂપનું પૂજન આ રીતે કરવું જોઈએ.

  • આજે આસો નવરાત્રીનો છઠ્ઠો દિવસ
  • માં કાત્યાયનીને યશનું પ્રતિક માનવામાં આવે છે
  • માં કાત્યાયનીનું વિધિવત પૂજન-અર્ચન કરવું જોઈએ

દેશભરમાં માં દુર્ગાની નવરાત્રી પર્વની ધૂમધામથી ઊજવણી કરવામાં આવે છે. નવરાત્રીમાં જો વિધિ-વિધાનથી માંનું પૂજન કરવામાં આવે તો સમગ્ર પરિવાર પર માતાજીની કૃપા વરસતી રહે છે. નવરાત્રીનાં આજે એટલે કે છઠ્ઠાં નોરતે આપણે માં કાત્યાયનીનાં ભવ્ય દર્શન કરવા જોઈએ. એટલું જ નહીં પવિત્ર મનથી માંનું વિધિવત પૂજન કરવું જોઈએ. 

માં કાત્યાયનીનું સ્વરૂપ
માં દુર્ગાનાં આ સ્વરૂપને સફળતા અને યશનું પ્રતીક માનવામાં આવે છે. માં કાત્યાયની માં સિંહ પર સવાર હોય છે. તે ચતુર્ભુજ છે. 2 ભુજાઓમાં કમળ અને તલવાર ધારણ કરેલ છે. માંની એક ભુજામાં વર મુદ્રા અને બીજી ભુજા અભય મુદ્રામાં રહે છે.

છઠ્ઠાં નોરતે પૂજાનું શુભ મુહૂર્ત

  • 04:44 AM થી 05:34 AM
  • 05:09 AM થી 06:25 AM
  • 1:43 AM થી 12:28 PM
  • 01:59 PM થી 02:45 PM
  • 05:47 PM  થી 06:12 PM
  • 05:47 PM થી 07:03 PM

21 ઓક્ટોબર

  • 11:41 PM થી 12:31 AM 
  • 06:25 AM થી 08:41 PM

મા કાત્યાયની પૂજાની રીત

  1. સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું.
  2. સ્વચ્છ વસ્ત્રો પહેરવાં.
  3. માતાની મૂર્તિને શુદ્ધ જળ અથવા તો ગંગા જળથી સ્નાન કરાવો.
  4. માતાને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો.
  5. આ બાદ માતાજીને ફૂલ અને કુમકુમ ચઢાવો.
  6. માંને પાંચ પ્રકારના ફળ અને મીઠાઈઓ અર્પણ કરો.
  7. માતા કાત્યાયનીને મધ પણ ધરાવો.
  8. માંનું ધ્યાન કરો અને એ બાદ આરતી કરો.

માં કાત્યાયની મંત્ર

ॐ देवी कात्यायन्यै नम:॥
मां कात्यायनी का प्रार्थना मंत्र
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद् देवी दानवघातिनी॥

માં કાત્યાયની સ્તુતિ મંત્ર
या देवी सर्वभूतेषु मां कात्यायनी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ