બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / navi mumbai online fraud woman doctor in case of lipstick order upi fraud

એલર્ટ! / ઓનલાઇન ફ્રોડથી સાવધાન! એક મેસેજ અને એકાઉન્ટ સાફ, 300 રૂપિયાની લિપસ્ટિક ડૉક્ટરને એક લાખમાં પડી

Manisha Jogi

Last Updated: 10:10 AM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઇન ફ્રોડન કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્કેમર્સ અલગ અલગ રીતે છેતરપિંડી કરી રહ્યા છે. 300 રૂપિયાની લિપસ્ટિક મંગાવી જેની સામે 1 લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો.

  • ઓનલાઇન ફ્રોડન કેસમાં સતત વધારો
  • સ્કેમર્સ અલગ અલગ રીતે છેતરપિંડી કરી રહ્યા
  • 300 રૂપિયાની લિપસ્ટિકની સામે 1 લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો

ઓનલાઇન ફ્રોડ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્કેમર્સ અલગ અલગ રીતે છેતરપિંડી કરી રહ્યા છે. મહારાષ્ટ્રના નવી મુંબઈમાં આવો જ એક છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. 31 વર્ષીય ડૉક્ટરે ઈ-કોમર્સ પોર્ટલ પરથી 300 રૂપિયાની લિપસ્ટિક મંગાવી જેની સામે 1 લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો હતો. ઓર્ડર આપ્યાના થોડા દિવસ પછી કુરિયર કંપની તરફથી એક મેસેજ આવ્યો હતો કે, ઓર્ડર પહોંચાડી દેવામાં આવ્યો છે. પ્રોડક્ટ ન મળતા ડૉક્ટરે કંપનીના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કર્યો હતો, જેમાં ડૉક્ટરને કહેવામાં આવ્યું કે ગ્રાહક સેવા પ્રતિનિધિ ટૂંક સમયમાં તેનો સંપર્ક કરશે.

મીડિયા રિપોર્ટ અનુસાર ગ્રાહક સેવા પ્રતિનિધિનો કોલ આવતા કહેવામાં આવ્યું કે તેનો ઓર્ડર હોલ્ડ પર રાખવામાં આવ્યો છે જે માટે 2 રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. ડૉક્ટરે પૈસા મોકલવાનો ઇનકાર કર્યો અને કોલરે ઘણું કહ્યું તેમ છતાં ડૉકટર પૈસા ટ્રાન્સફર કરવા માટે સંમત નહોતી. મહિલા ડૉક્ટરને વેબ લિંક મોકલીને તેને ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું. જેમાં સરનામું અને બેંકની વિગતો ભરવા માટે કહેવામાં આવ્યું.

આ પછી ડૉક્ટરને BHIM UPI લિંક બનાવવાનો મેસેજ મળ્યો, પરંતુ તેણે તરત જ કોલરને આ અંગે પૂછ્યું. ફોન કરનારે તેને ખાતરી કે, હવે પાર્સલ પહોંચાડવામાં આવશે. જો કે, 9 નવેમ્બરે તેના બેંક ખાતામાંથી 95,000 અને 5,000 રૂપિયા ડેબિટ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરને તેના એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થવાનો મેસેજ મળતા જ તેણે નેરુલ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

ભારતીય દંડ સંહિતા (IPC)ની ધારા 420 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની કલમ 66C અને 66D હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડી માટેનો કેસ નોંધવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ