બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / Extra / navaratri-warns-of-molestation-of-girls-appearing-in-ahmedabad

NULL / નવરાત્રીમાં ચણીયાચોળીમાં દેખાતી યુવતીઓની છેડતી કરતા ચેતજો કારણ કે...

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદ: નવરાત્રીમાં ચણીયાચોળીમાં દેખાતી યુવતીઓની છેડતી કરતા વિચાર કરજો. ક્યાક એ મહિલા પોલીસ ન હોય ! શુક્રવારે મોડીરાતે અમદાવાદ મહિલા ક્રાઈમબ્રાંચે મહિલા પોલીસની ડિકોય ટીમે તરખટ રચીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી 14 શખ્સોને ઝડપ્યા છે.

નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસે ખાસ એન્ટી ડિકોય ટીમ બનાવી છે. જેમણે તરખટ રચીને નવરાત્રીના પ્રથમ રાતે શહેરના વિવિધ વિસ્તારોમાંથી છેડતી કરતા શખ્સોને ઝડપ્યા હતા. રાત્રી દરમિયાન એન્ટી ડિકોય ટિમની મહિલાઓ પોતાની ઓળખ છૂપાવીને શહેરના વિવિધ વિસ્તારોની જાહેર જગ્યાઓ કલ્બો ખાણીપીણીના બજારોમાં ચણીયાચોલી પહેરીને પેટ્રોલિંગ કરી રહી હતી.

ત્યારે તેમની સાથે છેડતી કરતા 14 શખ્સોની અટકાયત કરાઈ છે. જેમને મોડી રાતે શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં લાવવમાં આવ્યા હતા. જ્યાં શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. તથા તમામ શખ્સો સામે ગુનો નોંધયા બાદ જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપાયા.

ખાસ કરીને નવરાત્રીની શરૂઆત થતાની સાથે જ પોલીસ સક્રીય બની છે. અમદાવાદ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાચના અધિકારીઓ દ્વારા મહિલાનોઓની સુરક્ષાને લઈને એક્સન પ્લાન ઘડેલો છે. લોકોની સુરક્ષા અને સલામતી માટે ખાસ કવાયતો હાથ ધરાઈ છે.

ગરબા કરવા જતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાંચે કવાયત હાથ ધરી છે. જેના અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં એન્ટી ડિકોય ટીમ ગોઠવાઈ છે. જેમા પુર્વ પશ્ચિમ અને SOG તથા સાયબર સેલની મહિલા અધિકારીઓની 2 ટિમ મહિલા હેલ્પ લાઈન-181 ની 10 ટિમ તેમજ અન્ય 5 ટીમો કાર્યરત છે.

નવરાત્ર સમયે શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને મહિલા ક્રાઈમબ્રાંચની કામગીરીને VTV બિરદાવે છે. તથા ગરબામાં જતી મહિલાઓને તેમની સુરક્ષાને લઈને હવે ડરવાની જરૂર નથી મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં કદાચ તમારી આજૂબાજૂ જ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ